________________
સમ્યગદર્શન
૪૩
સમક્તિના પાંચ પ્રકાર બીજી રીતે પણ કહ્યા છે -
(૧) કારક સમકિત – આ સમક્તિ પાંચમા ગુણસ્થાન વતી શ્રાવક અને છઠ્ઠા ને સાતમા ગુણસ્થાન વતી સાધુને હોય. આવા શ્રાવક બાર વ્રતનું ને સાધુસાધ્વીજી પાંચ મહાવ્રતનું અતિચાર રહીત શુદ્ધ પાલન કરે છે. વ્રત, તપ, સંયમાદિ કિયા પિતે કરે છે ને ઉપદેશ આપી બીજા પાસે કરાવે છે.
(૨) રેચક સમકિત - આ સમક્તિ ચોથા ગુણસ્થાન વત જીવનું છે, જેમાં પિતે શ્રેણિક મહારાજાની જેમ જિનપ્રણિત ધર્મના દઢ શ્રધ્ધાળુ અને ચારે તીર્થ– સાધુ–સાદવજી, શ્રાવક ને શ્રાવિકાની ભક્તિ, તન, મન ને ધનથી કરનારા હોવા છતાં, પિતે કર્મોદયથી કશું તપ કે 3 વ્રત કરી શકતા નથી.
(૩) દીપક સમકિત – જેમ દીવો બીજાને પ્રકાશ આપે છે, પણ પિતાની નીચે તે અંધારૂ જ હોય છે, તેમ કેટલાક જી પિતાના ઉપદેશ દ્વારા અન્ય જીવોને ધર્મ પમાડી સ્વ ને મેક્ષના અધિકારી બનાવે છે, પણ પિતે કદાપિ મિથ્યાત્વના અંધકારમાંથી નીકળી શકતા નથી. આવું સમકિત અભવી દુર્લભધિ જીવોને હોય છે. તે પહેલા ગુણસ્થાનથી બહાર કદી નીકળતા નથી.
(૪) નિશ્ચય સમકિત – શાસ્ત્રમાં “અપ્પા સો પરમપા” અર્થાત્ “આત્મા એજ પરમાત્મા” છે એમ કહ્યું છે. કારણકે મેહનિયાદિ ચારે ઘાતી કર્મ ખપાવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org