________________
૨.
સમ્યગદર્શન
છે – મનપરિણામની વિશુદ્ધતા વધતી જાય છે. પ્રથમ સમયે પરિણામેની વિશુદ્ધતા અસંખ્યાતગુણી અધિક હોય છે. આ કરણમાં પ્રવર્તતે આભ, મિથ્યાત્વ મેહનીયને મિશ્ર મેહનીયપણે પરિણમાવી, પછી સમ્યકત્વ મેહનીયમાં પરિણમાવી દે છે.
કર્મની પ્રબળ સત્તા તેડવા માટે જીવે જે પહેલા કદાપિ કર્યું ન હતું તેવું અપૂર્વ કાર્ય આ કરણમાં કરે. છે, તેને ચાર આવશ્યક કહે છે. આત્માની શુદ્ધિ કરણના ચાર આવશ્યક આ પ્રમાણે થાય છે :
- (૧) ગુણ શ્રેણી – સમયે સમયે અસંખ્યાતગણી કર્મ નિજા કરે.
(૨) ગુણ સંક્રમણ – અશુભ પ્રકૃતિના કર્મદળને શુભમાં પલટાવે, તે જેમકે અશાતવેદનીય શાતા વેદનીય રૂપે પરિણામી જાય.
(૩) રસઘાત- તીવ્ર રસવાળા કર્મો મંદ રસવાળા બને તે પ્રભુ મહાવીરના દૃષ્ટાંતે. ૧૮મા ત્રિપૃષ્ટ વાસુદેવના ભવમાં શૈયાપાતકના કાનમાં ધગધગતા સીસાને રસ રેડાવી મૃત્યુ પમાડેલ, તેના તીવ કમબંધને પ્રભુ મહાવીરના ભાવમાં શુભ અધ્યવસાયે હળવું બનાવી દીધું. જેથી કાનમાં લાકડાની સળી માત્ર ભેંકાણું.
(૪) સ્થિતિખંડ (ઘાત) – અશુભ કર્મોની સ્થિતિ જે લાંબા સમય સુધી ભેગવવાની હતી તેને અપવતના. કરણથી ઘટાડીને ટુંકી સ્થિતિ કરે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org