SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૬ સમ્યગદર્શન કષાય – કષાયની વ્યાખ્યા કરતાં કહે છે - “જે કર્મરૂપી ખેતરને ખેડીને સુખ-દુઃખરૂપી ધાન્યની ઉપજ માટે વવાય છે તેને “કષાય” કહેવાય છે; અથવા જે શુદ્ધ સ્વભાવી જીવને “કસિત” અર્થાત્ કર્મથી મલિન કરે છે તેને “કષાય” કહે છે અથવા “કષ” એટલે સંસાર અને “આય” એટલે આવક – જેના કારણે સંસારની ચારે ગતિની આવક થાય છે તેને “કષાય” કહ્યા છે. ચારે કષાય સંસારવર્ધક છે. કારણ કે તેનાથી આત્માના ક્ષમા માર્દવતા, -સરળતા, નિર્લોભતા આદિ સ્વાભાવિક ગુણેની ઘાત થાય છે. ક્યા ગુણની ઘાત થાય છે તે નીચે બતાવેલ છે – (૧) અનંતાનુબંધીનો ક્રોધ .. “સમ્યકત્વ ગુણની ઘાત કરે. (૨) અપ્રત્યાખ્યાની ક્રોધ-દેશવિરતિ -શ્રાવકપણું રેકે. (૩) પ્રત્યાખ્યાની ક્રોધ –“સર્વવિરતિ” - સાધુપણું રેકે. . (૪) સંજ્વલનને ક્રોધ યથાખ્યાત ચારિત્રરેકે. ઉપર પ્રમાણે જ અન્ય ત્રણ કષાય, માન, માયા ને લાભ માટે સમજવું. આ ચારે કષાય નષ્ટ થવાથી જે ગુણ ઉપજે તેના ભાંગા :(૧) અનંતાનુબંધીનો ચોક જાય તે “સમકિત” આવે. (ર) અપ્રત્યાખ્યાનનો ચેક જાય તે દેશવિરતિ-શ્રાવક બને. (૩) પ્રત્યાખ્યાની ચોક જાય તે “સર્વ વિરતિસાધુ બને. (૪) સંજવલનનો ચેક જાય તે યથાખ્યાતચારિત્રી કેવળી બને. -શ્રી પન્નવણ સૂગ પદ ૧૪૧માં કષાય ઉત્પતિના કારણ કહી છે : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy