________________
સમ્યગદશનના ચાર ભાવના
૩૧૭ ક્ષેત્ર' અર્થાત્ ખેતર, વાડી આદિ ઉઘાડી જમીનના નિમિત્તથી, વસ્તુ” અર્થાત્ પાકા બાંધેલા મકાન આદિના નિમિત્તથી, (૩) “શરીર’ ના નિમિત્તથી એટલે શરીરના સુખ માટે (૪) “ઉપધિ” અર્થાત ઉપકરણોના નિમિત્તાથી. અડી ઉપધિમાં, જમીન, મકાન અને શરીર સિવાયની બાકીની બધી વસ્તુઓને સમાવેશ થઈ જાય છે.
કષાય પરિણામવાળા જીવ ચાર કારણેથી – ક્રોધથી, માનથી, માયાથી, અને લેભથી એટલે કે ચારે કષાયેના. ઉદયથી આઠે કર્મની પ્રકૃતિઓને બંધ કરે છે. જીવને કર્મબંધનું મુખ્ય કારણ કષાય છે. તે કષાયના ચાર ભેદ છે -
(૧) અનંતા સંસારના અનુબંધી “મિથ્યાત્વને. ઉદય કરે તે “અનંતાનુબંધી” કષાય, (૨) જેના ઉદયથી જરા જેટલું પચ્ચકખાણ – બે ઘડીનું નકારશી પચ્ચકખાણ પણ ઉદય ન આવે (કરી ન શકાય) તે “અપ્રત્યાખ્યાની કષાય (૩) જેના ઉદયથી “સર્વવિરતિ”( સાધુપણું–સંયમ) ન લઈ શકાય તે “ પ્રત્યાખ્યાનીય” કષાય, અને (૪) સંયમી સાધુને પણ જે લગાર ઉદયમાં આવે ને યથાખ્યાત ચારિત્ર પ્રગટ થવા ન દે તે “સંજવલન” કષાય.
- આ ચારેની સ્થિતિ અનુક્રમે અનંતાનુબંધીની જાવજીવની, (૨) અપ્રત્યાખાનીની સ્થિતિ એક વર્ષની (૩) પ્રત્યાખાનીની સ્થિતિ ચાર માસની અને (૪) સંજવલનના.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org