________________
સમ્યગદર્શનના ૬૭ બેલ
૨૮૩
૫ દુષણ, ૫ ભૂષણ પ લક્ષણ, ૮ પ્રભાવના, ૬ આગાર, ૬ ભાવના ને ૬ સ્થાનક મળી કુલ ૬૭ બોલ રામક્તિના છે. જેનામાં આટલા ગુણે હોય તે વ્યવહારથી સમકિતી છે.
ઇતિ સમકિતના ૬૭ બેલ સમાપ્ત શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૨૮મું મોક્ષમાર્ગ અધ્યયન સમાપ્ત.
મૃત્યુને જીતવાનું એક માત્ર ઉપાય –
પરમ પ્રભાવિક શ્રી ભક્તામર સ્તોત્રની ૨૩મી ગાથામાં મૃત્યુને જીતવાને ઉપાય બતાવતાં માનતુંગાચાર્ય કહે છે - ત્વમેવ સમ્યગુપલભ્ય જયંતિ મૃત્યુમાં ન ન્યઃ શિવઃ શિવપદસ્ય મુનીન્દ્ર પત્થા રિફા.
મુનિવરેના પણ ઈન્દ્ર એવા હે જિનેશ્વર ભગવાન! તમને જ પામીને એટલે કે તમારા જ ફરમાવેલા મેક્ષમાને. સમ્યફ પ્રકારે આરાધીને જગતના છ મૃત્યુને જીતી જાય છે અર્થાત્ તેમના જન્મ-મરણના ફેરા ટળી જાય છે. શિવપદને અર્થાત મોક્ષને પામવાને તમારા કહેલા રત્નત્રયીરૂપી મા સિવાય અન્ય કઈ કલ્યાણકારી માર્ગ નથી ર૩)
જિનેશ્વરકથીત માર્ગની આરાધના કરવી એટલે જિનેશ્વરની અને તેમણે પ્રરૂપેલા ધર્મમાર્ગની શ્રધ્ધા થઈ અને આ શ્રદ્ધાને જ સમ્યગદર્શન કહ્યું છે. એટલે પરમાર્થથી સમ્યગદશન વડે જ મૃત્યુને જીતી શકાય છે. અર્થાત્ મેક્ષ મળે છે એમ તાત્પર્ય થયું. પછી સમક્તિી જીવને મૃત્યુ ભયજનક કે શેકરૂપ લાગતું નથી, પરંતુ મૃત્યુ તેને માટે મહોત્સવરૂપ બની જાય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org