________________
૨૪૨
સમ્યગદર્શન ઇચ્છા થવાની વાત જ કયાં રહી? એટલે જ મેક્ષે જવાની ઈચ્છા થવી તેને પણ સમક્તિનું લક્ષણ કહ્યું છે. - સંવેગનું લક્ષણ બતાવતાં મહર્ષિઓએ કહ્યું છે – નરવિબહેરસુક્ખં દુખે, ચિય ભાવ અમનતા
સંવેગ ન મુકબંમુત્તણું કિપિ પ થેઈ” | સંવેગી જવ રાજા અને ઈદ્રો (વિબુહેસર)ના સુખને પણ અંતરથી (ચિય) દુઃખ માને છે. મેક્ષ સિવાય અન્ય કઈ પણ વસ્તુની તે મનથી પણ ઈચ્છા ધરાવતું નથી.
દૃષ્ટાંત :-મંત્રીશ્વર અભયકુમારનું છે.
અભયકુમાર મગધેશ્વર શ્રેણિક મહારાજાના સૌથી મોટા પુત્ર હતા. મહા બુદ્ધિમાન હતા. ચાર પ્રકારની બુદ્ધિ શાસ્ત્રમાં કહી છે. તે ચારે પ્રકારની બુદ્ધિના તે પણ હતા. તેથી મહારાજા શ્રેણિકે રાજ્યને સઘળે કારેબાર તેમને સેંપી દીધેલે ને પ૦૦ મંત્રીઓના સર્વોપરી મંત્રીનું પદ તેમને આપેલું.
અભયકુમાર બચપણથી જ બુધિનિધાન હોવા ઉપરાંત ધાર્મિક વૃત્તિના હતા. તેથી મગધ દેશને રાજકારેબાર ન્યાયનીતિ–પૂર્વક ચલાવતા. એટલે રાજા તથા પ્રજા બંનેની ખૂબ ચાહના તેમણે મેળવેલી. જેથી રાજાની એવી મહેચ્છા હતી કે તેમને રાજગાદીએ બેસાડવા. પ્રજા પણ ઈચ્છતી કે તે રાજા બને. પણ અભયકુમાર તે બચપણથી ધાર્મિક વૃત્તિના હતાં અને તેમાં પ્રભુ મહાવીર સ્વામીના સમાગમમાં આવ્યા પછી તે પ્રભુ પાસે દીક્ષા–અંગીકાર કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org