________________
સમ્યગદર્શનના આઠ અંગ
૧૫૧
(૩) નિવિચિકિત્સા - ધર્મકરણના ફળ સંબંધી જરા પણ સંદેહ ન થે તે. ઘણા લેકે ધર્મકિયા, અનુષ્ઠાનાદિ કરતાં હોય છે. સંયમ પણ લેતા હોય છે, છતાં તેમના દીલમાં શંકા થયા કરતી હોય છે કે આ કિયા, સંયમ કે તપનું કાંઈ ફળ મળતુ હશે કે કેમ? નજર સામે ફળ તે કશું દેખાતું નથી, પછી શા માટે શરીરને કષ્ટ આપવું આમ વિચારી દીક્ષા છેડી દે, ચારિત્ર પાલનમાં શિથિલ બને કે કિયા અનુષ્ઠાન કરતા બંધ થાય તેને “વિચિકિત્સા” કહી છે. તે સંદેહ રાખ્યા વગર ભાવપૂર્વક ક્રિયા કરે કે ચારિત્ર પાળે તે “નિર્વિચિકિત્સા” છે. જે લક્ષણ સમ્યગદષ્ટિનું જ હોય. બાળ અજ્ઞાનીને સંદેહ થયા કરે.
દૃષ્ટાંત :- શ્રી ભગવતીજી સૂરમાં પટ્ટ ગણધર શ્રી ગૌતમ સ્વામીના પૂર્વના નેહિ કાત્યાયન ખંધક મુનિનું છે. ધર્મકરણીનું કંઈ ફળ મળતું હશે કે કેમ તે તેમને સંદેહ હતે. પ્રભુ મહાવીર સ્વામી પધાર્યા છે અને બધાના સંદેહ ભગે છે એમ જાણી પતે પિતાના આ સંદેહનું સમાધાન કરવા પ્રભુ પાસે સમોસરણમાં આવવા નીકળેલા. ત્યારે પ્રભુએ તેમને લેવા માટે ગૌતમસ્વામીને સામે મેકલ્યા. ગૌતમ સ્વામીને સામે તેડવા માટે આવેલા જોઈ એમને આશ્ચર્ય થયું કે કેઈને ખબર તે આપ્યા નથી, છતાં કેવી રીતે ખબર પડી ત્યારે ગૌતમ સ્વામીએ પ્રભુએ પિતાને સામે મેકલ્યાની વાત કરી. એટલે પ્રભુના
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org