SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ સમ્યગ્ગદર્શન બીજા બધા દર્શને (ધર્મોને પણ જાણ નથી, છતાં પણ કુદર્શનની શ્રદ્ધા ન હોવાથી, તેને “સંક્ષેપરુચિસમ્યકત્વ છે. - દૃષ્ટાંત – માસતુષ મુનિવરનું ઉત્તમ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. * શ્રી ભગવતી સૂર શતક ૨૫ ઉદેશા ૭ માં સ્પષ્ટ કહ્યું છે કે મતિ-શ્રત જ્ઞાની (માત્ર) આઠ પ્રવચન માતા અર્થાત્ પાંચ સમિતિ ને ગાણ ગુપ્તિનું સામાન્ય જ્ઞાન કરીને પણ એટલે કે સૂત્ર સિદ્ધાંતનું બીજું કશું જ્ઞાન, અરે ! એક પદનું જ્ઞાન ન હોય તે પણ ક્ષેપક શ્રેણીનું આરેહણ કરીને “યથા ખ્યાત” ચારિત્રી અને કેવળજ્ઞાની. થઈ શકે છે. આ છે “સંક્ષેપરુચિ” સમ્યકત્વને પ્રભાવ. શ્રી દશવૈકાલિક સૂરમાં વીરપ્રભુએ કહ્યું છે - પઢમં નાણું તઓ દયા” અર્થાત્ જીવ–અજવાદિ નવ તોનું પ્રથમ યથાર્થ જ્ઞાન મેળવવું અને તેની શ્રદ્ધા કરીને દયાધર્મરૂપી ચારિત્રનું પાલન કરવું – જાતના ધર્મ પાળવો; તેનું ફળ “મોક્ષ પ્રાપ્તિ’ જેવું અનુપમ છે. તેથી જ “જ્ઞાન ક્રિયાભ્યાં મેક્ષ' કહ્યું છે. આ બંને સૂત્રોમાં પ્રથમ સ્થાન “જ્ઞાન ને ને અનંતર સ્થાન “દયા” અર્થાત્ “ભાવદયાવાળી કિયા ને એટલે કે ચારિત્રને આપ્યું છે, તેને પરમાર્થ એ છે “કિયા” જ્ઞાનને અનુસરતી ભાવદયાવાળી જ હોવી જોઈએ, એટલા માટે જ ‘કિયા”નું “અનુષ્ઠાન” એવું નામ પ્રસિદ્ધ છે, એટલે કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy