SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યગ્રદર્શનની દસ રુચિ ૧૧૩ દેહાદિ પર વસ્તુથી “આત્મા” ભિન્ન છે, એવું જે જ્ઞાન થયું તેને અનુરૂપ રાગ-દ્વેષાદિ મેહ મમતાને ત્યાગ કરી શુદ્ધ આત્મભાવમાં જ પ્રવર્તવું તે “અનુષ્ઠાન” છે. એટલે તેનાથી કર્મ આસવને નિરોધ થઈ સંવર-નિર્જરા થાય, જે મેક્ષપ્રાપ્તિના હેતુ રૂપ બને. આ “જીવ” અર્થાત “ચૈતન્ય સ્વરૂપ આત્મા અને આ “દેહ” અર્થાત્ “જડ” પુદ્ગલ એવું જે ભેદજ્ઞાન જ્યાં સુધી થાય નહિ; ત્યાં સુધી સર્વજ્ઞાન અજ્ઞાન છે. “–પર ”ના “ભેદવિજ્ઞાન” રૂપ મૂળ સંક્ષિપ્ત આત્મજ્ઞાન જેમને હતું, પણ પૂર્વના કઈ જ્ઞાનાવરણીય કર્મના લીધે એકપણ પદનું બીજુ કોઈ સૂરજ્ઞાન જેમને ચડતુ ન હતું તેવા શ્રી “માસતુષ” મુનિવર, બાર બાર વર્ષો સુધી ગુરૂઆજ્ઞાએ મા રુથતિ મા તુષ્યતિ, આ એક જ પદની અશુદ્ધ ઉચ્ચારથી પણ શ્રદ્ધાપૂર્વક આરાધના કરીને કેવળીભગવંત બની ગયા, એ આ સંક્ષેપ રુચિ સમ્યક્ત્વને પ્રભાવ છે. (૧૦) ધર્મરુચિ :જો અWિકાય-ધમ્મુ-સુય ધમ્મ ખલુ ચરિના ધમ્મ ચ સદહઈ જિણાભિહિય, સે “ધમ્મઈ” તિ નાયો અર્થ - જિનકથિત અસ્તિકાય (ધમ–અધર્માદિ છ દ્રવ્યમાં કાળ સિવાયના પાંચે દ્રવ્ય અસ્તિકાય અર્થાત સ. ૮ : Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005305
Book TitleSamyag Darshan yane Mokshnu Dwar
Original Sutra AuthorN/A
AuthorRasiklal C Sheth
PublisherVirvani Prakashan Kendra
Publication Year1989
Total Pages386
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy