________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળ એમ જણાવ્યું છે તે સૂચવે છે કે તેમણે સાતસે બોલ લખેલા છે. “તત્વજ્ઞાન” નામને તેમનાં વચનેમાંથી તૈયાર કરેલ ના સંગ્રહ બહાર પડેલ છે. તેમાં “મહાનીતિ'ના સાતસે બેલ આપેલા છે; તે પણ આ અરસામાં લખાયેલા લાગે છે.
સત્તર અઢાર વર્ષની ઉમ્મરે શ્રીમદે લખેલા દષ્ટાંતિક દેહરા એંશી પ્રાપ્ત થયા છે, તે અપ્રગટ છે. તેમાં નીતિ-વ્યવહારની શિખામણ મુખ્ય છે. દરેક દોહરામાં ઘણું કરીને સિદ્ધાંતને પ્રથમ જણાવી તેને પુષ્ટ કરનાર દષ્ટાંત આપેલું છે. ઉદાહરણઃ
ફરી ફરી મળી નથી, આ ઉત્તમ અવતાર; કાળી ચૌદશ ને રવિ, આવે કેઈક વાર. અતિજ્ઞાન ઉપજે તદા, પરમાત્મા પરખાય; પડળ ઉતરે આંખનાં, તદા સર્વ દેખાય. પ્રિય કાવ્ય પંડિતને, દૃષ્ટાંતિકનો દાવ; જેમ મેથી દકે બ્રાહ્મણ જનને ભાવ. બે બેલોથી બાંધી, સર્વ શાસ્ત્રને સાર; પ્રભુ ભજે, નીતિ સજે, પરંઠે પરોપકાર. દેશ ઉદય ઉપગનાં, વીર નરેનાં શિર; પ્રસુતા પીડા ટાળવા, સેપે સપુત શરીર. વચને વલ્લભતા વધે, વચને વાધે વેર; જળથી જીવે જગત આ કદી કરે પણ કેર. રેષીને રૂડું કહે, બમણે આણે રેષ; તાતા તેલે જળ પડે, ભડકે થાય સદેષ. શાંતિ મળે સદમથી, ભ્રાંતિ ટળે ભલી ભાત; કાંતિ દીપે કનક સમી, વિમળ વધે મન વાત.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org