SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ તેમણે બીજાને મેઢેથી શ્રવણ કરવું અને તેને રૂડે ઉપયોગ કરો એવી મારી સલાહ છે. નમિરાજ' નામે એક સંસ્કૃતના મહાકાવ્યના નિયમાનુસાર એમણે ગ્રંથ રચે છે; જેમાં શાંતરસ પ્રધાન રાખીને નવરસની રેલ છેલા કરી મૂકી છે; જેમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ એ ચતુર્વર્ગ સંબંધી ઉપદેશ કરી ફળમાં મોક્ષમાર્ગ મૂકી દીધું છે. એ પાંચ હજાર લોકના પૂરનો ગ્રંથ એમણે છ દિવસમાં રચ્યો હતો. એ ગ્રંથ વાંચતાં દરેક મનુષ્યને એ દેવાંશી નરની કવિત્વ શક્તિના લાલિત્યનું ભાન થાય છે. એ મહાત્માએ એક સાર્વજનિક સાહિત્યને એક હજાર લોકોને ગ્રંથ એક દિવસમાં રચે છે; જે હમણું ધાંગધ્રાના એક ડોકટર પ્રસિદ્ધ કરનાર છે. એક ધર્માચાર્યે એક હજાર રૂપિયા આપવાનું કહ્યું હતું અને કહ્યું હતું કે મારા ધર્મના છેડાએક લેકો કરી આપે, પરંતુ એથી એ દેવાંશી નરનું મન ચળ્યું નહોતું. ધન્ય છે એની જનેતાને ! “વૈરાગ્ય વિલાસ” નામે જૈનધર્મનું એક રોપાનિયું હમણું એઓ બહાર પાડે છે.” ઉપર જણાવેલા ગ્રંથામાંથી “મેક્ષમાળા” સિવાય કોઈ ગ્રંથે હાલ ઉપલબ્ધ નથી. છપાવાની તૈયારી થયેલા જણાવ્યા છે તે છપાયા હશે કે નહિ તેની પણ માહિતી મળી નથી. પરંતુ ઉપરના વર્ણન ઉપરથી તે લેખકે તે ગ્રંથો દીઠા હોય એમ લાગે છે. હાલ જે લખાણ “શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથમાં છપાયું છે, તેમાં “વચનામૃત'ના મથાળા નીચે ૧૨૦ બોલ “પુષ્પમાળાની શૈલીમાં પણ ધાર્મિક વિષયની મુખ્યતા રાખી સૂત્રાત્મક ઉપદેશ રૂપે લખાયેલ છે. તેના સાળમાં બેલમાં “વચનસપ્તશતી પુનઃ પુનઃ સ્મરણમાં રાખે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005304
Book TitleShrimad Rajchandra Jivan Kala
Original Sutra AuthorN/A
AuthorGovardhanbhai K patel
PublisherPrasthan Karyalaya Ahmedabad
Publication Year1994
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy