________________
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
કાયા ભાયા ક્ષણિક છે, ઈન્દ્રધનુષ્યને રંગ; આકાશી કિલા અને, મૃગજળ તણા તરંગ. હોય સરસ પણ ચીજ તે, યોગ્ય સ્થળે વપરાય;
કેમ કટારી કનકની, પેટ વિષે ઘેચાય ? ” “બુદ્ધિપ્રકાશ'માં ઈ. સ. ૧૮૮૫ માં “શુરવીર સ્મરણ” વિષે શ્રીમદે લખેલા સવૈયા ચોવીશ છપાયા છે. તેમાં રણસંગને અજબ ચિતાર બહુ જોશદાર અને પ્રબળ વેગવાળી છટાદાર ભાષામાં આપી છેવટના ત્રણ સવૈયામાં એવા વિરેના હાલના વંશજ બાપનું નામ બળે એવા થયાથી જે અકથ્ય ખેદ થાય છે તેનું ચિત્ર કરુણરસ રેલાવી આબેહુબ વાંચનારનાં હૈયાં હલાવી મૂકે તેવું છે. બધા સવૈયા છપાયેલા હજી મારા જોવામાં આવ્યા નથી. લખેલી નકલ ઉપરથી ઉદાહરણ રૂપે નીચે આપ્યા છે
સવૈયા ઢાલ ઢળકતી ઝબક ઝળકતી લઈ ચળકતી કર કરવાલ, ખરેખરા ખુદે રણમાં ત્યાં, મૂછ મલકતી, ઝગતું ભાલ; વેરીને ઘેરી લેતા ઝટ, ભરત ભૂમિના જય ભડવીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીર, મારે જ્યાં માથામાં મુષ્ટિ, કરી નાખે ત્યાં કકડા કેડ, ફરી અરિ નહીં આવે પાસ, મનની મૂકે મમતા મેડ; બંક બહાદૂર બાણ કમાને, વજ વધુના મજબુત વીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં? રઢિયાળ એવા રણધીર. કદિયે નહીં કાયાથી કંપે, છતે ત્યારે કંપે વીર, રણરંગી ને જબરા જંગી, ઉછળે જેને શિર્ય શરીર; કાયરતાના માયર નહીં એ, સાચા એ સાયર શરીર, અરે ! અરેરે ! આજ ગયા કયાં ? રઢિયાળા એવા રણધીર.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org