________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ટાળક સંકટ, બાળક-નારી–ગા-બ્રાહ્મણ-પ્રતિપાળક પૂર્ણ, સંભાળક જે ધરા-ધર્મના, દુશ્મન-દળ કરનારા ચૂર્ણ ખરાખરીને ખેલ વિષે નહીં, પાછો પગ દેનારા વીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીર. શત્રુની છાતીમાં સાલે, મુઆ પછી પણ માસ હજાર, નામ વડે ત્યાં પડે મૂતરી, જેના શત્રુના સરદાર; અને રિપુની રામા રડતી કદી રહે નહીં, લુછે નીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીરભીમ ભગીરથ ભારે ભીડ જે, કેવળ રૂપે કાળ કરાળ, રણભૂમિમાં ભય ઉપજાવે, યમરાજાથી પણ વિકરાળ; કુળદીપક એ કહીનૂરો, ધન્ય માતનું ધાવ્યા ક્ષીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં ? રઢિયાળા એવા રણધીર. બાણુ–શયામાં પિઢયા બહાદુર, ભીષ્મપિતા ભારે ભયકાર, અવધિ આપી અહા ! કાળને, છ માસની જેણે તે વાર; મહા-ભારતનું નામ પડયું તે એનું કારણ એવા વીર, અરે ! અરેરે ! આજ ગયા ક્યાં? રઢિયાળા એવા રણધીર. પાણી પૂર્વજનું ખોનારા, જાગ્યા આવા એને વંશ, બાપ–નામના બોળી બેઠા, ધિક્ક ! ધિક્ક ! એના આ અંશ ! મરો મૂડીને નર બાયલા, ઢાંકણીમાં નાખીને નીર, આર્ય–કીર્તિને ઝાંખપ દીધી, તમને એને બઢો શીર ! હા! શિવ! હા! શિવ! ગજબ થયો છે? અજબ થઉં નિરખી આમ, આર્ય પરાધીન દીન થવાથી, રેતી નથી હૈયામાં હામ ! કાળજવું કંપે કરુણાથી, સ્થીતિ અવલેકીને આમ ! ઢળું ધરણુએ મૂચ્છ પામી, ભાષી હર ! હર ! હર ! હર ! રામ ! શું પ્રાચીન પૂર્વજ સંભારું, આંખે આંસુ આવે, વીર ! શી હિમ્મત એના હૈયાની, રે ! શાં એનાં નતમ નીર !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org