________________
વીશ વર્ષની વય સુધીની લેખનપ્રવૃત્તિ
હાય ! હાય ! આ ગતિ થઈ શી! હાય ! હાય! શે કાળો કેર ! રાય”—હદય ફાટે છે હર ! હર !.(નથી જોવાતી આવી પર)
સર વેટર સ્કોટનાં કંઠયુદ્ધો (Combats) શાર્ય-પ્રેમ (Romantic) પ્રેરક કાવ્ય જેણે વાંચ્યાં હશે તેને આ સવયા વાંચી તે સ્મરણમાં આવ્યા વિના ન રહે. પરંતુ એક નાના કાવ્યમાં શ્રીમદે કેટલા હદયના ભાવ જગાડયા છે તે તે પૂરું તે કાવ્ય વાંચવાથી જણાય. અને શ્રીમદે સાહિત્યનાં જે જે ક્ષેત્રમાં કલમ ચલાવી હતી તે તે સર્વ સ્થળે તે વિજયવંત નિવડયા વિના રહેત નહિ, એવી વાંચનારને પ્રતીતિ થાય તેવું આ અદ્દભુત કાવ્ય છે.
શ્રી ચિદાનંદ મહારાજે લખેલા “સ્વરદયના રહસ્યને પ્રગટ કરતી ટીકા લખવાની સં. ૧૯૪૩માં શ્રીમદે શરૂ કરેલી લાગે છે તેની પ્રસ્તાવના પણ પિતે લખી છે. તેમાં આત્મજ્ઞાની શ્રી ચિદાનંદ મહારાજના જીવનની ટૂંક રૂપરેખા તથા તેમની દશાનું વર્ણન કરેલું છે તે અપૂર્ણ દશામાં પ્રાપ્ત થયેલ છપાયું છે. શ્રીમદે કેવું વિવેચન લખવા ધારેલું તે છપાયેલા બે દેહરાના મર્મ પ્રકાશક વિસ્તાર ઉપરથી વિચારતાં એમ લાગે છે કે જે તે ગુહ્ય ગ્રંથનું વિવેચન પૂરું થવા પામ્યું હોત, તો આ જમાનામાં કાળજ્ઞાનને અભ્યાસ કરનારને માટી મદદ રૂપ થઈ પડત.
જીવતત્ત્વ સંબંધી વિચાર' અને “જીવાજીવ વિભક્તિ” એ બે લેખ પણ અપૂર્ણ પ્રાપ્ત થયેલા પ્રસિદ્ધ થયા છે; તેમાં “નવતત્ત્વ પ્રકરણને મળતે વિષય ચર્ચેલો છે.
એક વખતે વાતચીતમાં શ્રીમદે જણાવેલું કે “મેક્ષમાળા” રચી તે વખતે અમારે વૈરાગ્ય–ગવાસિષ્ઠ'ના વૈરાગ્ય પ્રકરણમાં શ્રી. રામચંદ્રજીને વૈરાગ્ય વર્ણવેલો છે તે હતો અને તમામ જૈન આગામે સવા વર્ષની અંદર અમે અવલોકન કર્યા હતાં. તે વખતે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org