________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
અદ્ભુત વૈરાગ્ય વર્તતું હતું, તે એટલા સુધી કે અમે ખાધું છે કે નહીં તેની અમને સ્મૃતિ રહેતી નહીં.
શ્રીમદ્ રાજચંદ્ર' ગ્રંથના વીસમા અંકમાં, સં. ૧૯૪૪માં લખાયેલા એક લઘુ ગ્રંથન આદિ અને અંત ભાગ છપાયેલું છે; તે અપૂર્ણ દશામાં છે છતાં તે ગ્રંથને આશય “છેવટની ભલામણ” માં સ્પષ્ટ જણાય છે “કે જે મનુષ્ય એકવાર પ્રતિભા પૂજનથી પ્રતિકૂળતા બતાવી હોય, તે જ મનુષ્ય જ્યારે તેની અનુકૂળતા બતાવે ત્યારે પ્રથમ પક્ષવાળાને તે માટે બહુ ખેદ અને કટાક્ષ આવે છે. આપ પણ હું ધારું છઉં કે મારા ભણું થોડા વખત પહેલાં એવી સ્થિતિમાં આવી ગયા હતા, તે વેળા જે આ પુસ્તકને મેં પ્રસિદ્ધિ આપી હોત, તો આપનાં અંતઃકરણો વધારે દૂભાત અને દૂભાવવાનું નિમિત્ત હું થાત; એટલા માટે મેં તેમ કર્યું નહીં. કેટલોક વખત વીત્યા પછી મારા અંત:કરણમાં એક એવા વિચારે જન્મ લીધે કે તારા માટે તે ભાઈઓને સંક્લેશ વિચારો આવતા રહેશે; તે જે પ્રમાણથી માન્યું છે, તે પણ માત્ર એક તારા હદયમાં રહી જશે, માટે તેને સત્યતાપૂર્વક જરૂર પ્રસિદ્ધિ આપવી. એ વિચારને મેં ઝીલી લીધે; ત્યારે તેમાંથી ઘણા નિર્મળ વિચારની પ્રેરણા થઈ; તે સંક્ષેપમાં જણાવી દઉં છઉં. પ્રતિમા માને એ આગ્રહ માટે આ પુસ્તક કરવાનો કંઈ હેતુ નથી, તેમજ તેઓ પ્રતિમા માને તેથી મને કંઈ ધનવાન થઈ જવાનું નથી. પ્રતિમા માટે મને જે જે પ્રમાણે જણાયાં હતાં તે ટુંકામાં જણાવી દીધાં.”
એ અપૂર્ણ ગ્રંથની શરૂઆત પણ બહુ મધ્યસ્થતાથી વિચારવા રોગ્ય છે; તેથી તેમાંથી છેડા ઉતારા લીધા છેઃ
“વિશાળ બુદ્ધિ, મધ્યસ્થતા, સરળતા અને જિતેંદ્રિયપણું આટલા ગુણે જે આભામાં હોય તે તવ પામવાનું ઉત્તમ પાત્ર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org