________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
પ્રગટતી હતી. ઉપરાઉપરી પ્રશંસાનાં ભાષણો થતાં જતાં હતાં.
ગુજરાતી”, “મુંબઈ સમાચાર', “લોકમિત્ર” અને “ન્યાયદર્શક' પમાં પણ શ્રીમદ્દનાં યશોગાન થવા લાગ્યાં.
બોટાદમાં એમણે એમના એક લક્ષાધિપતિ મિત્ર શેઠ હરિલાલ શિવલાલની સમક્ષ બાવન અવધાન કર્યા હતાં. વચ્ચે કંઈ પણ પરિશ્રમથી પરિચય રાખ્યા વિના પરભારાં સેળ મૂકીને બાવન અવધાન કર્યા એ ઉપરથી શ્રીમનાં પરાક્રમ, હિમ્મત, શક્તિ અને બુદ્ધિબળના ચમત્કારનું કંઈક ભાન થશે.
બાવન કામ–ચે પાટે રમતા જવું, શેતરંજે રમતા જવું, ટકેરા ગણતા જવું, માળાના મણકા ગણતા જવું, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર આપેલા ગણતા જવું, ગંજીફે રમતા જવું, સેળ ભાષાઓના શબ્દો યાદ રાખતા જવું, બે કોઠામાં આડાઅવળા અક્ષરથી કવિતાઓ માગેલા વિષયની કરાવતા જવું, આઠ ભિન્ન ભિન્ન માગેલી સમસ્યાઓ પૂર્ણ કરતા જવું, સોળ જુદા જુદા ભાગેલા વૃત્તિમાં માગેલા વિષયો તૈયાર કરાવતા જવું –એમ બાવન કામની શરૂઆત એક વખતે સાથે કરવી. એક કામને કંઈક ભાગ કરી બીજાં કામને કંઈક ભાગ કરવો, પછી ત્રીજા કામને કંઈક કરો, પછી ચોથા કામને કંઈક ભાગ કરે, પછી પાંચમાને એમ બાવને કામને છેડે થોડે ભાગ કરો. ત્યારપછી વળી પહેલા કામ તરફ આવવું અને તેને છેડે ભાગ કરે, બીજાનો કરે, ત્રીજાને કરો એમ સઘળાં કામ પૂર્ણ થતાં સુધી કર્યા જવું. એક સ્થળે ઊંચે આસને બેસીને એ બધાં કામમાં મન અને દૃષ્ટિ પ્રેરિત કરવી. લખવું નહિ કે બીજીવાર પૂછવું નહિ અને સઘળું સ્મરણમાં રાખી એ બાવને કામ પૂર્ણ કરવાં. કંઈક સમજાય તેવી સમજુતી નીચે આપી છેઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org