________________
અવધાન
ધાનનું નિરીક્ષણ કરવા આમંત્રણ હતું. શ્રીમની સ્મરણુશક્તિ તે અદ્ભુત હતી; તેમણે અવધાન જોયાં કે તે શીખી લીધાં. ખીજે દિવસે વસંત નામે અગીચામાં પ્રથમ ખાનગીમાં મિત્રમંડળ સમક્ષ નવા નવા વિષયે લઈ અવધાન કરી બતાવ્યાં. ખીજે દિવસે જાહેરમાં એ હજાર પ્રેક્ષકો સમક્ષ પવિત્ર ઉપાશ્રયમાં જ આર્ અવધાન કરી અતાવ્યાં. સામાન્ય વિદ્વાન તરીકે લેાકેામાં એ જાણીતા હતા, પણ હવે તે। આ ચમત્કારી સ્મરણશક્તિથી લેાકામાં બહુ પ્રશંસા
પામવા લાગ્યા.
મુંબઈના શેઠ લક્ષ્મીદાસ ખીમજીભાઈ મેારખીમાં આવેલા તે વખતે હાઈસ્કૂલમાં મેટી સભા ભરીને બાર અવધાન તેમણે કરી બતાવ્યાં હતાં. તે વખતે શેઠ લક્ષ્મીદાસ ખીમજીભાઈ એ કહ્યું કે આ વખતે હિંદ ખાતે તે। આ એક જ પુરુષ આટલી શક્તિવાળા છે. તે વખતે શ્રીમદ્ધે રૂડું ઈનામ પણ મળ્યું હતું.
HO
ખાનગી પ્રસંગે શ્રીમને જામનગર જવાનું થયું હતું. ત્યાં તેઓએ ત્યાંના વિદ્વાન આગળ એ સભાએમાં ખરી અને સાળ એમ એ વિધિથી અવધાન કર્યા હતાં. બધા પ્રેક્ષકા પ્રસન્ન થયા હતા. અહીં તેમને ‘ હિંદના હીરા' તરીકે ઉપનામ મળ્યું હતું. જામનગરમાં મે વિદ્વાના આઠદશ વર્ષથી અવધાન કરવા માટે મહેનત કરતા હતા; પરંતુ નિષ્ફળતા પ્રાપ્ત થતી હતી. તેથી ત્યાંના વિદ્વાનાને સેાળ અવધાને કરનાર પ્રત્યે બહુમાનપણું અને આશ્ચર્ય ઉત્પન્ન થયાં હતાં.
વઢવાણુના પ્રદર્શનમાં એમણે કર્નલ એચ. એલનટ સાહેબ અને બીજા રાજા રજવાડા તથા મંત્રીમંડળ વગેરે મળી આશરે એ હજાર દૃષ્ટાઓની સમક્ષ સેાળ અવધાના કરી બતાવ્યાં હતાં; તે જોઈ આખી જંગી સભા આનંદ આનંદમય થઈ ગઈ હતી. સધળા સભાજનેાના મુખમાંથી શ્રીમદ્ની અજબ શક્તિની અનેક પ્રકારે પ્રશંસા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org