________________
ભાવના મધ
પશ્ચાત્તાપ થતાં ઉત્તમ ભાવનાએ પંચમુષ્ટિ કેશલુંચન કરી સાધુપણું ગ્રહણ કરી લેાકેાના સંતાપ સમભાવથી સહન કરવાને નિશ્ચય કરી કેવી રીતે સર્વ દુઃખ ખમીને ક્ષમાધર બન્યા, તેનું ટૂંકામાં વર્ણન કર્યું છે.
દશમી લેાકસ્વરૂપ ભાવનામાં લેાકના પુરુષ આકાર વર્ણવી, ભુવનપતિ, વ્યંતર અને સાત નરકના અધેાલાક; મધ્ય લાકમાં અઢી દ્વીપ વગેરે અને ઊર્ધ્વ લેાકમાં બાર દેવલોક, નવ ગૈવેયક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર સિદ્ધ શિલા છે એમ લેાકાલાક પ્રકાશક સર્વજ્ઞ, સર્વદર્શી અને નિરૂપમ કૈવલ્યજ્ઞાનીઓએ ભાખ્યું છે એમ સંક્ષિપ્ત વર્ણન કર્યું છે.
ઉપ
સેાળ સત્તર વર્ષની વયમાં શ્રીમને વર્તતા અદ્ભુત વૈરાગ્ય અને વિશાળ વાચનના ફળરૂપ ‘મેાક્ષમાળા' અને ‘ભાવના ખેાધ' ગ્રંથ લખાયા છે, તે દર્શાવવા તેમજ સુજ્ઞ વાંચનારને તેની પ્રસાદી ચખાડવાના ઉદ્દેશથી વિસ્તારપૂર્વક લખાણુ કર્યું છે. આથી જેને રુચિ ઉત્પન્ન થશે અને મૂળ ગ્રંથેાના વાચન, મનન તથા ધીરજથી પાચન થાય, સ્વીકાર થાય તેવા હિતકારી પુરુષાર્થમાં પ્રવર્તશે તેને તા અદ્ભુત વૈરાગ્ય, ઉત્તમ શ્રદ્ધા અને તે મહાપુરુષ પ્રત્યે પ્રેમ આદિ આત્માને ઉજ્જવળ કરનાર ગુણી અવશ્ય પ્રાપ્ત થશે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org