________________
S:
ભાવના વ્યાધ ભેગવી છે. મહાદુઃખથી ભરેલી ભયને ઉપજાવનારી અતિ રદ્ર વેદના આ આત્માએ ભેગવી છે. જન્મ, જરા, મરણ એ ભયનાં ધામ છે. ચતુર્ગતિ રૂપ સંસાર-અટવિમાં ભમતાં અતિ રદ્ર દુઃખો મેં ભગવ્યાં છે.”
એમ વિસ્તારથી પૂર્વ ભવે નરકમાં ભેગવેલાં દુખે ત્રાસ ઉપજાવે તેવી રીતે મૃગાપુત્રે કહી બતાવ્યાં ત્યારે તેનાં જનક-જનેતા એમ બોલ્યાઃ “હે! પુત્ર, જે તારી ઈચ્છા દીક્ષા લેવાની છે તે દીક્ષા ગ્રહણ કર; પણ ચારિત્રમાં રગત્પત્તિ વેળા વૈદક કોણ કરશે? દુઃખ નિવૃત્તિ કેણ કરશે? એ વિના બહુ દેહ્યલું છે.”
મૃગાપુત્રે કહ્યું: “એ ખરું, પણ તમે વિચારે કે અટવીમાં મૃગ તેમજ પંખી એકલું હોય છે, તેને રોગ ઉત્પન્ન થાય છે ત્યારે તેનું વૈદું કોણ કરે છે? જેમ મૃગ વનમાં વિહાર કરે છે, તેમ હું ચારિત્રવનમાં વિહાર કરીશ, અને સપ્તદશ ભેદે સંયમને અનુરાગી થઈશ. દ્વાદશ પ્રકૃતિ તપ આચરીશ; તેમજ મૃગચર્યાથી વિચરીશ. મૃગને વનમાં રોગને ઉપદ્રવ થાય છે, ત્યારે તેનું વૈદું કોણ કરે છે ? જેમ તે મૃગ ઉપદ્રવ મુક્ત થયા પછી ગહનવને જ્યાં સરેવર હોય છે ત્યાં જાય છે, તૃણપાણી આદિનું સેવન કરીને પાછું જેમ તે મૃગ વિચરે છે તેમ હું વિચારીશ. એમ હું મૃગની પેઠે સંયમવંત હોઈશ.
અનેક સ્થળે વિચરતે યતિ મૃગની પેઠે અપ્રતિબદ્ધ રહે. મૃગની પેઠે વિચરીને, મૃગચર્યા સેવીને, સાવદ્ય ટાળીને યતિ વિચરે. જેમ મૃગ તૃણ જલાદિકની ગોચરી કરે તેમ યતિ ગોચરી કરીને સંયમ ભાર નિર્વાહ કરે. દુરાહાર માટે ગૃહસ્થને હીલે નહીં, નિંદા કરે નહીં, એ સંયમ હું આચરીશ.”
પછી માતાપિતાની આજ્ઞા લઈ પિતે કહી બતાવ્યું હતું તેથી પણ અત્યંત વિશુદ્ધ ચારિત્ર પાળી તે મોક્ષે ગયા. પ્રમાણુ શિક્ષામાં ઉદ્દેશ દર્શાવતાં કહે છેઃ “આત્મ-ચારિત્રનું દુઃખ તે દુઃખ નહીં પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org