________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સુખદાયક નથી, એમ ભોગનું પરિણામ પણ સુખદાયક નથી. જેમ કોઈ પુરુષ મહાપ્રવાસને વિષે અન્નજલ અંગીકાર ન કરે એટલે કે ન લે અને સુધા-તૃષાએ કરીને દુઃખી થાય, તેમ ધર્મના અનાચરણથી પરભવને વિષે જતાં તે પુરુષ દુઃખી થાય; જન્મ, જરાદિકની પીડા પામે. મહાપ્રવાસમાં પરવરતાં જે પુરુષ અન્નજળાદિક લે તે પુરુષ સુધાતૃષાથી રહિત થઈ સુખને પામે; અલ્પ કમરહિત હોય; અશાતા વેદનીય રહિત હેય. હે! ગુરુજને, જેમ કેઈ ગૃહસ્થનું ઘર પ્રજવલિત થાય છે, ત્યારે ઘરને ધણી અમૂલ્ય વસ્ત્રાદિકને લઈ જઈ જીણું વસ્ત્રાદિકને છાંડી રહેવા દે છે, તેમ લેક બળતે દેખીને જીર્ણ વસ્ત્ર રૂપ જરા-મરણને છાંડીને અમૂલ્ય આત્માને તે બળતાથી (તમે આજ્ઞા આપ એટલે હું) તારીશ. - મૃગાપુત્રનાં વચન સાંભળીને શેકાર્ત થયેલાં એનાં માતાપિતા બેલ્યોઃ “હે! પુત્ર, આ તું શું કહે છે? ચારિત્ર પાળતાં બહુ દુર્લભ છે. ક્ષમાદિક ગુણને યતિએ ધરવા પડે છે, રાખવા પડે છે. યત્નથી સાચવવા પડે છે. સંયતિએ મિત્રમાં અને શત્રુમાં સમભાવ રાખ પડે છે. સંયતિને પિતાના આત્મા ઉપર અને પર આત્મા ઉપર સમબુદ્ધિ રાખવી પડે છે. અથવા સર્વ જગત ઉપર સરખો ભાવ રાખવો પડે છે એવું એ પ્રાણાતિપાત વિરતિ પ્રથમ વત યાવત જીવતાં સુધી, પાળતાં દુર્લભ તે પાળવું પડે છે” એમ પાંચ મહાવ્રત, રાત્રિભોજનત્યાગ, ક્ષુધા આદિ બાવીશ પરિષહ સહન કરવાં કેટલાં કઠણું છે તે દરેકના સ્વરૂપ સહિત મુશ્કેલીઓ દર્શાવી વન વયને વિષે સંયમ તેને માટે દુષ્કર છે એમ માતાપિતા સાબિત કરે છે અને વૃદ્ધપણામાં ધર્મ આચરવા તેને ભલામણ કરે છે. - તેના ઉત્તરમાં તે જ્ઞાનવીર મુગાપુત્ર કહે છેઃ “વિષયની વૃત્તિ ન હોય તેને સંયમ પાળ કંઈએ દુષ્કર નથી. આ આત્માએ શારીરિક અને માનસિક વેદના અશાતા રૂપે અનેકવાર સહી છે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org