________________
ભાવના બાધ
નહીં, નહીં. એ જ્યારે મારી નહીં, ત્યારે હું એને નહીં; એમ વિચારું, દઢ કરું, અને પ્રવર્તન કરું, એમ વિવેક બુદ્ધિનું તાત્પર્ય છે. આ આખી સૃષ્ટિ અનંત ચીજથી અને અનંત પદાર્થોથી ભરેલી છે; તે સઘળા પદાર્થ કરતાં જેના જેટલી કોઈ પણ વસ્તુ પર મારી પ્રિયતા નથી, તે વસ્તુ તે મારી ન થઈ, તે પછી બીજી કઈ વસ્તુ મારી હોય ? અહો ! હું બહુ ભૂલી ગયે. મિથ્યા મેહમાં લથડી પડે. તે નવ યૌવનાઓ, તે માનેલા કુળદીપક પુત્ર, તે અઢળક લક્ષ્મી, તે છે ખંડનું મહાન રાજ્યએ મારાં નથી. એમાંનું લેશ માત્ર મારું નથી. એમાં ભારે કિંચિત ભાગ નથી. જે કાયાથી હું એ સઘળી વસ્તુઓને ઉપભોગ લઉં છું, તે ભાગ્ય વસ્તુ જયારે મારી ન થઈ, ત્યારે બીજી– મારી માની બેઠેલો-વસ્તુ નેહી, કુટુંબી ઈત્યાદિ મારાં શું થનાર હતાં ? નહીં, કંઈ જ નહીં. એ મમત્વ ભાવ મારે જોઈ તે નથી ! એ પુત્ર, એ મિત્ર, એ કલત્ર, એ વૈભવ અને એ લક્ષ્મીને મારે મારાં માનવાં જ નથી ! હું એને નહીં,ને એ મારાં નહીં! પુણ્યાદિ સાધીને મેં જે જે વસ્તુ પ્રાપ્ત કરી તે તે વસ્તુ મારી ન થઈ એ જેવું સંસારમાં કયું ખેદમય છે ? મારાં ઉગ્ર પુણ્યત્વનું પરિણામ આ જ કે ? છેવટે એ સઘળાંને વિયાગ જ કે? પુણ્યત્વનું એ ફળ પામીને એની વૃદ્ધિને
પણ એકલાએ જ કે ? એમાં કઈ સહિયારી નહીં જ કે? નહીં, નહીં. એ અન્યત્વ ભાવ વાળા માટે થઈને હું મમત્વ ભાવ દર્શાવી આત્માનો અનહિતેષી થઈ એને રૌદ્ર નરકને ભોકતા કરું એ જેવું કયું અજ્ઞાન છે? એવી કઈ ભ્રમણ છે? એ ક અવિવેક છે ? સેંસઠ શલાકા પુરુષમાને હું એક ગણાય, ત્યાં આવાં કૃત્ય ટાળી શકું નહીં, અને પ્રાપ્ત કરેલી પ્રભુતાને ખોઈ બેસું, એ કેવળ અયુકત છે. એ પુત્રોને, એ પ્રમદાઓને, એ રાજવૈભવને અને એ વાહનાદિ સુખને મારે કશો અનુરાગ નથી ! મમત્વ નથી!
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org