________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા
અહો ! કેવી વિચિત્રતા છે કે ભૂમિમાંથી ઉત્પન્ન થયેલી વસ્તુને ટીપીને કુશળતાથી ઘડવાથી મુદ્રિકા બની; એ મુદ્રિકા વડે. મારી આંગળી સુંદર દેખાઈ એ આંગળીમાંથી મુદ્રિકા નીકળી પડતાં એથી વિપરીત દેખાવ દીધે; વિપરીત દેખાવથી અશોભ્યતા અને અડવાપણું ખેદરૂપ થયું. અશલ્ય દેખાવાનું કારણ માત્ર વીંટી નહીં એ જ કર્યું કે? જે વીંટી હતી તો એવી અશોભા હું ન જેત. એ મુદ્રિકા વડે મારી આ આંગળી શોભા પામી; એ આંગળી વડે આ હાથ શેભે છે; અને એ હાથ વડે આ શરીર શોભા પામે છે. ત્યારે એમાં હું શોભા કોની ગણું? અતિ વિસ્મયતા ! મારી આ મનાતી મનહર કાંતિને વિશેષ દીપ્ત કરનાર મણિર્માણક્યાદિનાં અલંકારો અને રંગબેરંગી વસ્ત્ર ઠર્યા. એ કાંતિ મારી ત્વચાની શોભા ઠરી; એ ત્વચા શરીરની ગુપ્તતા - ઢાંકી સુંદર દેખાડે છે; અહેહે ! આ મહા વિપરીતતા છે! જે શરીરને હું મારું માનું છું તે શરીર માત્ર ત્વચા વડે, અને તે ત્વચા કાંતિ વડે, અને તે કાંતિ વસ્ત્રાલંકાર વડે શેભે છે ત્યારે શું મારા શરીરની તે કંઈ શોભા નહીં જ કે? રૂધિર, માંસ અને હાડને જ કેવળ એ માળો કે? અને એ માળો તે હું કેવળ મારો માનું છું. કેવી ભૂલ! કેવી ભ્રમણા ! અને કેવી વિચિત્રતા છે ! કેવળ હું પર મુદ્દગલની શોભાથી શોભું છું. કોઈથી રમણિકતા ધરાવતું શરીર તે મારે મારું કેમ માનવું ? અને કદાપિ એમ માનીને હું એમાં મમત્વ ભાવ રાખું તે પણ કેવળ દુઃખપ્રદ અને વૃથા છે. આ મારા આત્માને એ શરીરથી એક કાળે વિયેગ છે! આત્મા જ્યારે બીજા દેહને ધારણ કરવા પરવરશે ત્યારે આ દેહ અહીં રહેવામાં કંઈ શંકા નથી. એ કાયા મારી ન થઈ અને નહીં થાય ત્યારે હું એને મારી માનું છઉં કે માનું એ કેવળ મૂર્ખતા છે. જેને એક કાળે વિયાગ થવાને છે, અને જે કેવળ અન્યત્વભાવ ધરાવે છે તેમાં મમત્વપણે શું રાખવું એ જ્યારે મારી થતી નથી, ત્યારે મારે એનાં થવું શું ઉચિત છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org