________________
ભાવના બોધ મોક્ષમાળા' સં. ૧૯૪૦માં લખાઈ અને . ૧૯૪૪માં છપાઈને બહાર પડી. આટલો ચાર વર્ષને વિલંબ થાય તેમ હોવાથી સં. ૧૯૪૨માં જ “ભાવના બેધ’ મેક્ષમાળા પછી લખાયા છતાં તે વર્ષમાં પ્રસિદ્ધ થયા, અને મેક્ષમાળાના અગાઉથી થયેલા ગ્રાહકોને ભેટ તરીકે મોકલવામાં આવ્યા હતા. ગ્રંથ ટૂંકે છતાં વૈરાગ્યથી ભરપૂર છે અને કથાઓદ્વારા ભાવનાઓનું વર્ણન આપેલું હોવાથી ચિત્તાકર્ષક અને ઊંડી અસર કરે તે આનંદદાયક બન્યો છે. પાત્રતા પામવાનું અને ક્રોધાદિ કષાય દૂર કરવાનું આ ગ્રંથ ઉત્તમ સાધન છે.
ટૂંકા ઉદઘાતમાં ખરું સુખ મહાત્માઓને બંધ અને ખાસ કરીને મહાવીરનો માનવા યંગ્ય બોધ તથા મેક્ષને અર્થે એ સર્વને ઉપદેશ છે એમ જણાવી, મોક્ષમાળામાં “બાર ભાવના” વિષે લખેલો પાઠ મૂક્યો છે. પછી બન્ને ગ્રંથોનું પ્રયોજન ટૂંકામાં બહુ સુંદર રીતે દર્શાવ્યું છેઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org