________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા વૃદ્ધિમાન કરવું; એથી તેઓનાં પવિત્ર પંચ મહાવ્રત દૃઢ થશે; જિનેશ્વરના વચનામૃતના અનુપમ આનંદની પ્રસાદી મળશે; મુનિર્વઆચાર પાળવામાં સરળ થઈ પડશે; જ્ઞાન અને ક્રિયા વિશુદ્ધ રહેવાથી સમ્યકત્વને ઉદય થશે; પરિણામે ભવાંત થઈ જશે.” “નવતત્વ એટલે તેનું એક સામાન્ય ગુંથનયુક્ત પુસ્તક હેય તે નહીં, પરંતુ જે જે સ્થળે જે જે વિચારે જ્ઞાનીઓએ પ્રણીત કર્યા છે, તે તે વિચારો નવતત્ત્વમાંના અમુક એક બે કે વિશેષ તત્ત્વના હોય છે.”
એક સમર્થ વિદ્વાન સાથે શ્રીમદને નિગ્રંથ પ્રવચનની ચમત્કૃતિ વિષે વાતચીત થયેલી તેમાં ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય કે ઉપવા વિઘવા, ધુવા-એ લબ્ધિ વાક્યને અનુસાર જીવ ઉત્પન્ન થાય છે, જીવ નાશ પામે છે, અને જીવ નિત્ય કે ધ્રુવ છે એમ હા પાડીને પછી જીવ ઉત્પન્ન નથી થતું, જીવ નાશ નથી પામતે અને જીવ ધ્રુવ નથી એમ હા પાડતાં અઢાર દોષ આવે છે એમ તે વિદ્વાને વિસ્તારથી જણાવ્યું તેની સ્પાદુવાદદ્વારા કેવી રીતે “હા” અને “ના” પાડતાં છતાં કોઈ દોષ ન આવે તે વિષે સૂમ ચર્ચા છેડા વિચારે પણ સમજાય તેવી સરળતાથી ત્રણ ચાર પાઠમાં કરી છે. અને ન્યાયના ગ્રંથમાં પ્રવેશ કરવા ગ્ય સંસ્કારો વાચક અને શાતાને પડે તે શૈલીથી તે પાઠ લખાયા છે. છેવટે, તત્ત્વાવબેધના પાઠો કેવા ઉદ્દેશથી લખ્યા છે તે પિતે જણાવે છેઃ
જે જે હું કહી ગમે તે કંઈ કેવળ જૈનકુળથી જન્મ પામેલા પુરુષને માટે નથી. પરંતુ સર્વને માટે છે. તેમ આ પણ નિઃશંક માનજે કે હું જે કહું છઉં તે અપક્ષપાત અને પરમાર્થ બુદ્ધિથી કહું છઉં.
“તમને જે ધર્મતત્ત્વ કહેવાનું છે તે પક્ષપાત કે સ્વાર્થ બુદ્ધિથી કહેવાનું મને કંઈ પ્રયોજન નથી, પક્ષપાત કે સ્વાર્થથી હું તમને અધર્મતત્ત્વ બધી અર્ધગતિને શા માટે સાધું? વારંવાર તમને હું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org