________________
મોક્ષમાળા-બાલાવબંધ
પંચમ કાળ” નામના પાઠમાં આ કળિકાળમાં કેવું વર્તન આ ભરતક્ષેત્રે થવું જોઈએ તેને માટે સપુરુષોએ કેટલાક વિચારે જણાવ્યા છે તે અનુસાર પ્રત્યક્ષ આપણું નજરે જણાય તેવી પડતીની નિશાનીઓ ગણાવી છે. છેવટે જણાવ્યું છે કે “પંચમ કાળનું આવું
સ્વરૂપ જાણીને વિવેકી પુરુષો તત્ત્વને ગ્રહણ કરશે. કાળાનુસાર ધર્મતત્ત્વ શ્રદ્ધા પામીને ઉચ્ચ ગતિ સાધી પરિણામે મોક્ષ સાધશે. નિગ્રંથ પ્રવચન, નિગ્રંથ ગુરુ ઇત્યાદિ ધર્મતત્ત્વ પામવાનાં સાધન છે. એની આરાધનાથી કર્મની વિરાધના છે.”
તત્ત્વાવધ' વિષે ૧૭ પાઠ લખી તેમાં નવ તત્તનું સ્વરૂપ જાણવાની જરૂર જણાવા લખે છેઃ “નિગ્રંથ પ્રવચનને જે જે સૂક્ષ્મ બોધ છે, તે તવની દષ્ટિએ નવતત્ત્વમાં સમાઈ જાય છે, તેમજ સઘળા ધર્મમતાના સૂમ વિચાર એ નવતત્ત્વ વિજ્ઞાનના એક દેશમાં આવી જાય છે. આત્માની જે અનંત શક્તિઓ ઢંકાઈ રહી છે તેને પ્રકાશિત કરવા અહંત ભગવાનને પવિત્ર બંધ છે; એ અનંત શકિતઓ ત્યારે પ્રફુલ્લિત થાય કે જ્યારે નવતત્વ વિજ્ઞાનમાં પારાવાર જ્ઞાની થાય.”
વર્તમાન સ્થિતિ વર્ણવતાં તેઓ જણાવે છે
મહાવીર ભગવંતના શાસનમાં બહુ મતમતાંતર પડી ગયા છે, તેનું મુખ્ય કારણ તત્ત્વજ્ઞાન ભણીથી ઉપાસક વર્ગનું લક્ષ ગયું એ છે. માત્ર ક્રિયાભાવ પર રાચતા રહ્યા, જેનું પરિણામ દષ્ટિગોચર છે. વર્તમાન શોધમાં આવેલી પૃથ્વીની વસતિ લગભગ દોઢ અબજની ગણાઈ છે; તેમાં સર્વ ગચ્છની મળીને જૈનપ્રજા માત્ર વિશ લાખ છે. એ પ્રજા તે શ્રમ પાસક છે. એમાંથી હું ધારું છઉં કે નવા તત્ત્વને પઠન રૂપે બે હજાર પુરુષો પણ માંડ જાણતા હશે; મનન અને વિચારપૂર્વક તે આંગળીને ટેરવે ગણું શકીએ તેટલા પુરષો પણ જાણતા નહીં હશે. ...એ નવતત્ત્વ વિચાર સંબંધી પ્રત્યેક મુનિને મારી વિજ્ઞપ્તિ છે કે વિવેક અને ગુગમ્યતાથી એનું જ્ઞાન વિશેષ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org