________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા ભલે કહ્યું: “બહુ સુખમાં; ત્યાં મેં બહુ વખાણવા લાયક વસ્તુઓ જોઈ.”
કુટુંબીઓએ ફરી પૂછ્યું: “પણ તે કેવી છે તે અમને કહે ?”
ભીલ કહેઃ “શું કહું, અહીં એવી એકકે વસ્તુ જ નથી.” ઘણું વસ્તુઓ-શંખલા, છીપ, કેડાં બતાવી તેમણે વારંવાર પૂછ્યું પણ તે કહી શક્યો નહીં; તેમ અનુપમેય મોક્ષને સચ્ચિદાનંદ સ્વરૂપમય નિર્વિકારી મોક્ષનાં સુખના અસંખ્યાતમા ભાગને પણ ગ્ય ઉપમા અપાય તેવું અહીં કેઈ સુખ નથી. ક્ષણિક સુખ સંબંધી વિચાર આડે સસુખને વિચાર આવી શકતો નથી.
ધર્મધ્યાન' વિષે ત્રણ પાઠમાં ચાર ભેદ, ચાર લક્ષણે, ચાર આલંબન અને ચાર અનુપ્રેક્ષા એમ સેન પ્રકારે હિતકારી અને ઉપયોગી વર્ણન કર્યું છે. એ ધ્યાન વડે કરીને આત્મા મુનિવભાવમાં નિરંતર પ્રવેશ કરે છે. એમાંના કેટલાક ભાવ સમજવાથી તપ, શાંતિ, ક્ષમા, દયા, વૈરાગ્ય અને જ્ઞાનને બહુ બહુ ઉદય થશે.
- “જ્ઞાન સંબંધી બે બોલ' નામના ચાર પાઠમાં નીચેના પ્રશ્નોની ચર્ચા ટૂંકામાં વિચારણની વૃદ્ધિ થાય તે પ્રકારે કરી છે
(૧) જ્ઞાનની શી આવશ્યક્તા છે? (૨) જ્ઞાનપ્રાપ્તિનાં કંઈ સાધન છે? (૩) તેને અનુકૂળ દ્રવ્ય, દેશ, કાળ, ભાવ છે? (૪) તે ક્યાં સુધી અનુકૂળ છે? (૫) વિશેષ વિચારમાં એ જ્ઞાનના ભેદ કેટલા છે? (૬) જાણવા રૂપ છે શું? . (૭) એના વળી કેટલા ભેદ છે? (૮) જાણવાના સાધન કયાં ક્યાં છે ? (૯) કયી કયી વાટે તે સાધને પ્રાપ્ત કરાય છે? (૧૦) એ જ્ઞાનને ઉપયોગ કે પરિણામ શું છે ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org