________________
મોક્ષમાળા-બાલાવબોધ
૫૯
અંતઃકરણમાં વૈરાગ્ય ઉત્પન્ન થયો. આવીને આવી અશુચિ સ્ત્રી, પુત્ર, મિત્રાદિનાં શરીરમાં રહી છે. એ સઘળું મેહ, માન કરવા
ગ્ય નથી, એમ વિચારી તે છ ખંડની પ્રભુતા ત્યાગી ચાલી નીકળ્યા. સાધુરૂપે જ્યારે વિચારતા હતા ત્યારે તેઓને મહારોગ ઉત્પન્ન થયા. તેના સત્યત્વની પરીક્ષા લેવાને કોઈ દેવ ત્યાં વૈદરૂપે આવ્યો ને કહ્યું જે ઈચ્છા હોય તે તત્કાળ હું તે રોગને ટાળી આપું. સાધુ બોલ્યા “હે! વૈદ્ય, કર્મ રૂપી રોગ મહાઉન્મત છે; એ રોગ ટાળવાની તમારી જે સમર્થતા હોય તો ભલે મારે એ રોગ ટાળે, એ સમર્થતા ન હોય તે આ રોગ ભલે રહ્યા. મળમૂત્ર, નર્ક, હાડ, માંસ, પરૂ અને કલેક્નથી જેનું બંધારણ ટકયું છે, ત્વચાથી માત્ર જેની મનહરતા છે તે કાયાને મેહ, ખરે! વિભ્રમ જ છે.”
બત્રીશ યોગ આત્માને ઉજજવળ કરવા માટે બત્રીશ બેલ આ પાઠમાં જણાવ્યા છે. એકેક યોગ અમૂલ્ય છે. સઘળા સંગ્રહ કરનાર પરિણામે અનંત સુખને પામે છે. જેમકેઃ મમત્વને ત્યાગ કર, ગુપ્ત તપ કરવું, સમક્તિ શુદ્ધ રાખવું, શુદ્ધ કરણીમાં સાવધાન થવું, આપત્તિકાળે પણ ધર્મનું દઢત્વ ત્યાગવું નહીં, મરણકાળે આરાધના કરવી ઈત્યાદિ.
“મોક્ષસુખ' નામના પાઠમાં શાસ્ત્રાધારે એક કથા લખી છેઃ ભગવાનને ગૌતમ સ્વામીએ મેક્ષના અનંત સુખ વિષે પ્રશ્ન કર્યો ત્યારે ભગવાને ઉત્તરમાં કહ્યું: “ગતમ, એ અનંત સુખ હું જાણું છઉં, પણ તે કહી શકાય એવી અહીં આગળ કંઈ ઉપમા નથી. જગતમાં એ સુખના તુલ્ય કઈ વસ્તુ કે સુખ નથી.”
એક ભીલે રાજાને વનમાં પાણી પાયાથી તેના પર પ્રસન્ન થઈને રાજનગરમાં તેને રાજા લઈ ગયા અને અનેક વસ્તુઓ ખાવાની, જેવાની, સુંઘવાની તેને આપી પણ સગાંવહાલાં સાંભરતાં તે છાનેમાને વનમાં જતા રહ્યા. ત્યાં તેનાં સગાંએ પૂછ્યું: “તું ક્યાં હતો?”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org