________________
નિવેદન
સરસ્વતી ગ્રન્થમાળાઠારા આ એક જુદા જ પ્રકારનું પુસ્તક આપતાં મને આનંદ થાય છે. આજ સુધીનાં પુસ્તકે મોટે ભાગે રાજકીય વિષયને લગતાં અપાયાં છે; જ્યારે આ પુસ્તક ગૂજરાતના ધાર્મિક અને આધ્યાત્મિક જીવનમાં સૂક્ષ્મ પણ ક્રાન્તિકારી ફેરફાર કરનાર એક મહાન નરમણિનું જીવનચરિત્ર છે. ગુજરાતને આધુનિક યુગ શ્રીમદ્ રાજચંદ્રજીને પૂ. ગાંધીજીની તેમના વિષેની સુપ્રસિદ્ધ ભક્તિથી ઓળખે છે અને જ્યારથી પૂ. ગાંધીજીએ એમના વિશે ઉલ્લેખ કર્યો ત્યારથી ગૂજરાત શ્રીમદ્જીના જીવનમાં અને એમના તત્ત્વજ્ઞાનમાં વિશેષ રસ લેતું થયું છે એમ કહી શકાય. આ ગ્રન્થની વિશેષતા એ છે કે એ, ચોવીસે કલાક શ્રીમદ્જીની કૃતિઓમાં તન્મય રહેતા, એમની કૃતિઓ અને ઉપદેશનું—એમના તત્ત્વજ્ઞાનનું-અધ્યયન મનન ચિંતન કરતા એક નમ્ર ભક્તહદયની કૃતિ છે. અને એ એવી કૃતિ હોવાને કારણે જ આ માળામાં આપવા હું પ્રેરાય છું.
આ માળા અને આ ગ્રન્થને વેગ કરાવી આપવા બદલ હું મુરબ્બી શ્રી. હીરાલાલ એમ. શાહનો આભારી છું.
આ ગ્રન્યના પ્રકાશનમાં શ્રી. હીરાલાલ શાહનાં ધર્મપત્ની સે. મેનાબહેન તરફથી મદદ મળી છે તે બદલ હું એમને ગણી છું.
આશા છે કે ગૂજરાત આ ગ્રંથને યોગ્ય લાભ લેશે.
પ્રકારાક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org