________________
અર્પણ–પત્રિકા “ અહે! અહો ! શ્રી સશુરુ! કરુણસિંધુ અપાર,
આ પામર પર પ્રભુ કર્યો અહે! અહે! ઉપકાર. શું પ્રભુચરણ કને ધરું આત્માથી સૌ હીન, તે તે પ્રભુએ આપી, વતું ચરણાધીન. ”
मनसि वचसि काये पुण्यपीयूषपूर्णा : त्रिभुवनमुपकारश्रेणीभिः पूरयन्तः । परगुणपरमाणूपर्वतीकृत्य नित्यं
निजहृदि विकसन्तः सन्ति सन्तः कियन्तः॥ જેનાં મન, વચન અને કાયામાં પુણ્યરૂપી અમૃત ભરેલું છે; જે ત્રણે લોકને ઉપકારની પરંપરા વડે પૂરી દે છે; અન્યના પરમાણુ જેવડા ગુણોને પણ જે પર્વત જેવડા ગણી સદા પિતાના હૃદયમાં વિકાસ પામે છે તેવા સંતે જગતમાં કેટલાક હોય છે? . આવા વિરલ સલુણ સંત શ્રીમદ્દ લઘુરાજ મહારાજને ચોગ આ મનુષ્યભવનું સફળ૫ણું થવામાં ઉત્તમ નિમિત્ત રૂપ બન્યા હોવાથી તથા જેમની છત્રછાયામાં આ “શ્રીમદ્ રાયેંદ્ર જીવનકળા” ની સંકલના રૂપ શુભ કાર્ય શરૂ થઈ પૂર્ણ થયું હોવાથી, તેમજ શ્રીમદ્દ રાજચંદ્રના આત્મજ્ઞાનને વાર પામી અનેક આત્માઓને આત્મજ્ઞાનને રંગ લગાડવામાં એંશી વર્ષની પકવ વય થઈ ગયા છતાં પ્રબળ પુરુષાર્થમાં પ્રવર્તતા હાવાથી, તેમના જ યોગબળે તેયાર થયેલ “ફૂલ નહીં તે ફૂલની પાંખડી' રૂ૫ આ પ્રયત્ન-પુષ્પ તેમની સેવામાં આમ–અર્પણ ભાવે સાદર સમર્પણ કરી કૃતાર્થ થાઉં છું.
લિ.
તે પ્રત્યુપકાર વાળવા
સર્વથા અસમર્થ, સદા આભારી, સપુરુષના ચરણકમળની સેવાનો ઈચ્છક
દાસાનુદાસ બ્રહ્મચારી બાળ ગેઈન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org