________________
પરિચય
આ પુસ્તકની એક વિશેષતા છે.
*
શ્રીમદ્ રાજચંદ્ર આત્મપ્રતીતિ કરી પરમાત્મ દર્શન પામ્યા. તેમના જીવનકાલમાં સંસર્ગમાં આવનારામાંથી કેટલાકને તેમની ચમત્કારી લબ્ધિએને પરિચય થયા હતા; કોઈ કાઈ તે તેમણે આત્મપ્રતીતિ કરાવી હતી; કાઇને આત્મરૂપ કર્યાં હતા. શ્રી. લલ્લુજી મહારાજ—લઘુરાજ સ્વામી નામે પ્રસિદ્ધ તેમના આત્મજ્ઞાનના
વારસદાર થયા હતા.
----
તેમનાં અનેક વર્ષોં તપશ્ચર્યાં અને ધ્યાનમાં વ્યતીત થયાં. સાંપ્રદાયિકાએ તેમને ત્યાગ કર્યો; અનેક પરીષહેા તેમને સહન કરવા પડયા. સીમમાં જતા આવતા ખેડૂતા તથા પાટીદાર ભાઇ પાસેથી તેમને ભિક્ષા મળતી, તેમણે ‘ ધર્મલાલ' આ ભદ્રિક જનેને આપવા માંડયા, અને તેમાંથી અનેક ‘ બુઝયા '; અનેક લલ્લુજી મહારાજના અન્તવાસી થઈ રહ્યા; આમાંથી અગાસ આશ્રમને! જન્મ થયા.
,
શ્રી. લઘુરાજ સ્વામી શ્રીમના અનન્ય ભક્ત હતા; તેમની ગુરુભક્તિ ચમત્કારી હતી. આ સંસારમાં એક આત્મા જ સાચા છે એ દેશનાના સતત પ્રવાહ એમના તરફથી વહ્યા કરતા હતા. તેમણે પરમ કરુણાથી કેટલાયે સંશયગ્રસ્ત આધુનિકાને ‘આત્મા છે’ એવી ઝાંખી કરાવી હતી. તેમની ભાવનાને પ્રવાહ અપ્રતિહત હતા.
Jain Educationa International
*
આ મહાત્માના અંતેવાસી બ્રહ્મચારી શ્રી. ગેવર્ધનભાઇએ આ પુસ્તક લખી તેમની સમક્ષ વાંચી સંભળાવ્યું હતું. પૂજ્યપાદ શ્રી. લઘુરાજ સ્વામીએ તેને કસેાટીએ કસી મંજુર કર્યું હતું.
આ પુસ્તકની એ વિશેષતા છે.
રસિકલાલ છે. પરીખ
For Personal and Private Use Only
www.jainelibrary.org