________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
નથી. પુણ્યથી પામેલી લક્ષ્મી વડે મહારંભ, કપટ અને માન પ્રમુખ વધારવાં તે મહાપાપનાં કારણ છે; પાપ નરકમાં નાખે છે. પાપથી આત્મા મહાન મનુષ્યદેહ એળે ગુમાવી દે છે. લક્ષ્મીની અને તે વડે આખા સંસારની ઉપાધિ ભેગવવી તે હું ધારું છઉં કે વિવેકી આત્માને માન્ય ન હેાય. જેમ આપની ઇચ્છા હોય તેમ કરે. આપ વિદ્વાન છે. હું વિદ્વાનને ચાહું છું. આપની અભિલાષા હોય તા ધર્મધ્યાનમાં પ્રસક્ત થઈ સહકુટુંબ અહીં ભલે રહે. ’’
પછી પેાતાના સામાન્ય વિચારે તે બ્રાહ્મણુને કહે છે:
“ જેએ માત્ર લક્ષ્મીને ઉપાર્જન કરવામાં કપટ, લાલ અને માયામાં મુંઝાયા પડયા છે તે બહુ દુ:ખી છે. તેને તે પૂરા ઉપયાગ કે અધૂરા ઉપયેગ કરી શકતા નથી. માત્ર ઉપાધિ જ ભાગવે છે. તે અસંખ્યાત પાપ કરે છે. તેને કાળ અચાનક ઉપાડી જાય છે. અધાતિ પામી તે જીવ અનંત સંસાર વધારે છે. મળેલા મનુષ્યદેહ નિર્માલ્ય કરી નાખે છે જેથી તે નિરંતર દુઃખી જ છે.
“ જેઓએ પેાતાનાં ઉપવિકા જેટલાં સાધન માત્ર અલ્પારંભથી રાખ્યાં છે, શુદ્ધ એકપત્નીવ્રત, સંતેષ, પરાત્માની રક્ષા, યમ, નિયમ, પરાપકાર, અલ્પ રાગ, અલ્પ દ્રવ્યમાયા અને સત્ય તેમજ શાસ્ત્રાધ્યયન રાખેલ છે, જે સત્પુરુષાને સેવે છે, જેણે નિગ્રંથતાના મનારથ રાખ્યા છે, બહુ પ્રકારે કરીને સંસારથી જે ત્યાગી જેવા છે, જેના વૈરાગ્ય અને વિવેક ઉત્કૃષ્ટ છે તેવા પુરુષો પવિત્રતામાં સુખપૂર્વક કાળ નિર્ગમન કરે છે.
(6
સર્વ પ્રકારના આરંભ અને પરિગ્રહથી એ રહિત થયા છે, દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી અને ભાવથી જેએ અપ્રતિબંધપણે વિચરે છે, શત્રુ-મિત્ર પ્રત્યે જે સમાન દૃષ્ટિવાળા છે . અને શુદ્ધ આત્મધ્યાનમાં જેમના કાળ નિર્ગમન થાય છે, અથવા સ્વાધ્યાય ધ્યાનમાં જે લીન છે, એવા જિતેન્દ્રિય અને ન્તિકષાય તે નિશ્ર્ચથા પરમ સુખી છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org