________________
મોક્ષમાળા–બાલાવબોધ
પડે છે તેમ એક ગરીબ બ્રાહ્મણ કેવું સુખ દેવ પાસે માગવું તે શોધવા પ્રવાસ કરી થાકી ગયે પણ કઈ ખરો સુખી જણ નહિ. છેવટે દ્વારિકાના એક મહાધનાઢયને ત્યાં જઈ ચઢયો અને તેને સુખી જોઈ નિશ્ચય કરે છે કે હવે તપ કરીને જે હું મારું તે આ મહાધનાઢય જેવું જ સઘળું માગું, બીજી ચાહના કરું નહિ. એ વિચાર સાંભળી તે ધનાઢયે જણાવ્યું કે “મારે સિદ્ધાંત તે એ છે કે જગત દુઃખથી કરીને દાઝતું છે. તમે મને સુખી જુઓ છે પરંતુ વાસ્તવિક રીતે હું સુખી નથી.” એમ કહી પિતાનું વૃત્તાંત તેને જણાવે છે. તેમાં સંસારની અનેક વિટંબનાઓમાં કોટયાવધિ ધનને નાશ થતાં થયેલાં દુઃખ, કુટુંબીઓના વિયોગનાં પડેલાં દુઃખ; ફરી પરદેશનાં દુઃખ વેઠી ધન કમાવા કરેલા પુરુષાર્થ, તેની સાથે કરવાં પડેલાં પાપ, સહન કરેલાં દુ:ખ, કુટુંબીઓના વિયેગ વડે વગર દમડીએ જાવે જે વખતે તે ગમે તે વખતની સ્થિતિ અજ્ઞાન દષ્ટિએ આંખમાં આંસુ આવે તેવી વર્ણવી જણાવ્યું કે “આ વખતે પણ ધર્મમાં લક્ષ રાખ્યું હતું, દિવસને અમુક ભાગ તેમાં રોકત હતા, તે લક્ષ્મી કે એવી લાલચે નહિ; પરંતુ સંસારદુઃખથી એ તારનાર સાધન છે એમ ગણીને મોતને ભય ક્ષણ પણ દૂર નથી, માટે એ કર્તવ્ય જેમ બને તેમ ત્વરાથી કરી લેવું, એ મારી મુખ્ય નીતિ હતી. દુરાચારથી કંઈ સુખ નથી; મનની તૃપ્તિ નથી; અને આત્માની મલિનતા છે. એ તત્ત્વ ભણું મેં મારું લક્ષ દોરેલું હતું.” પછી પિતાની સમૃદ્ધિ તથા વર્તમાન સુખ અને સદાચારના નિયમે બ્રાહ્મણને જણાવી કહ્યું: “હું બહુ વિચારી વિચારી વ્યાપાર વહીવટ કરતે હતા, તો પણ મારે આરંભે પાધિ, અનીતિ અને લેશ પણ કપટ સેવવું પડયું નથી, એમ તો નથી જ. અનેક પ્રકારનાં આરંભ અને કપટ મારે સેવવાં પડ્યાં હતાં. આપ જે ધારતા છે કે દેવોપાસનથી લક્ષ્મી પ્રાપ્ત કરવી, તે તે જે પુણ્ય ન હોય તે કોઈ કાળે મળનાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org