________________
મેક્ષમાળા–બાલાવબેધ
પ૭ સર્વ ઘનઘાતી કર્મને ક્ષય જેમણે કર્યો છે, ચાર કર્મ પાતળાં જેનાં પડયાં છે; જે મુક્ત છે, જે અનંતજ્ઞાની અને અનંતદર્શી છે તે તે સંપૂર્ણ સુખી જ છે. મેક્ષમાં તેઓ અનંત જીવનનાં અનંત સુખમાં સર્વ કર્મવિરતતાથી બિરાજે છે.
“આમ સપુરષોએ કહેલો મત મને માન્ય છે. પહેલો તો. મને ત્યાજ્ય છે. બીજો હમણું માન્ય છે; અને ઘણે ભાગે એ ગ્રહણ કરવાને માટે બેધ છે. ત્રીજો બહુમાન્ય છે. અને જે તે સર્વમાન્ય અને સચ્ચિદાનંદ સ્વરૂપ છે.
જે વિવેકીઓ આ સુખ સંબંધી વિચાર કરશે તેઓ બહુ તત્ત્વ અને આત્મશ્રેણિની ઉત્કૃષ્ટતાને પામશે. એમાં કહેલા અપારંભી, નિરારંભી અને સર્વમુક્ત લક્ષણે લક્ષપૂર્વક મનન કરવા જેવાં છે. જેમ બને તેમ અલ્પારંભી થઈ સમભાવથી જનસમુદાયને હિત ભણી વળવું; પરોપકાર, દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતાનું સેવન કરવું એ બહુ સુખદાયક છે. નિર્ગથતા વિષે તે વિશેષ કહેવાનું નથી. મુક્તાત્મા અનંત સુખમય જ છે.”
“અમૂલ્ય તત્ત્વવિચાર” નામના કાવ્યમાં મનુષ્યભવની દુર્લભતા દર્શાવી તે વ્યર્થ વહી ન જાય, કાલ્પનિક સુખ શોધવામાં મેક્ષસાધન રહી ન જાય તે વિષે ચેતવણી આપી છે; સંસારમાં લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવારની વૃદ્ધિને મહાભાગ્ય માનવામાં આવે છે અને તે માટે આખો મનુષ્યભવ હારી જાય છે તેને વિચાર કરવા સૂચના જણાવી આત્મિક આનંદ ગમે ત્યાંથી પ્રાપ્ત કરવા સૂચવ્યું છે. આત્મવિચાર ઊગે તેવો વિચાર પ્રેરતાં જણાવે છે
હું કોણ છું? ક્યાંથી થયે? શું સ્વરૂપ છે મારું ખરું ? કેના સંબંધે વળગણ છે ? રાખું કે એ પરિહરું? એના વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે જે કર્યા, તો સર્વ આત્મિક જ્ઞાનનાં સિદ્ધાંત-તત્ત્વ અનુભવ્યાં.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org