________________
મોક્ષમાળા–બાલાવબંધ
૫૧
છીએ ? કયાં ઉત્તમ શીલનો વિચાર કરીએ છીએ ? નિયમિત વખત ધર્મમાં જ્યાં વ્યતીત કરીએ છીએ? ધર્મતીર્થના ઉદયને માટે કયાં લક્ષ રાખીએ છીએ ? કયાં દાઝ વડે ધર્મતત્વને શેધીએ છીએ? ... પણ તત્ત્વને કઇક જ જાણે છે; જાણ્યા કરતાં ઝાઝી શંકા કરનારા અર્ધદગ્ધ પણ છે; જાણીને અહંપદ કરનાર પણ છે. પરંતુ જાણુને તત્વના કાંટામાં તળનારા કેઈક વિરલા જ છે . . . ટૂંકામાં કહેવાનું કે આપણે આપણા આત્માના સાર્થક અર્થે મતભેદમાં પડવું નહીં.
ઉત્તમ અને શાંત મુનિઓને સમાગમ, વિમળ આચાર,વિવેક, તેમજ દયા, ક્ષમા આદિનું સેવન કરવું. મહાવીર તીર્થને અર્થ બને તે વિવેકી બેધ કારણ સહિત આપો. તુચ્છ બુદ્ધિથી શંક્તિ થવું નહીં, એમાં આપણું પરમ મંગળ છે એ વિસર્જન કરવું નહીં.”
“અશુચિ કોને કહેવી?” એ પાઠમાં બ્રહ્મચર્યની નવ વાડમાં ભગવાને સ્નાન કરવાની ના કહી છે તેને ખુલાસો સંવાદ રૂપે સ્પષ્ટ દર્શાવ્યો છે.
શરીરની મલિનતાને અશુચિ કહેવી એ વાત કંઇ વિચારપૂર્વક નથી. શરીર પિતે શાનું બન્યું છે એ તે વિચાર કરે, રકત, પિત્ત, મળ, મૂત્ર, લેબ્સને એ ભંડાર છે. તે પર માત્ર ત્વચા છે; છતાં એ પવિત્ર કેમ થાય? વળી સાધુએ એવું સંસાર કર્તવ્ય કર્યું ન હોય કે જેથી તેઓને સ્નાન કરવાની આવશ્યકતા રહે. નહાવાથી કામાગ્નિની પ્રદીપ્તતા, વ્રતને ભંગ, પરિણામને બદલવું, અસંખ્યાતા જતુને વિનાશ, એ સઘળી અશુચિ ઉત્પન્ન થાય છે, અને એથી આત્મા મહામલિન થાય છે. પ્રથમ એનો વિચાર કર જોઈએ. આત્માની મલિનતા એ જ અશુચિ છે. ગૃહસ્થાશ્રમીઓએ સાંસારિક પ્રવર્તનથી થયેલી અનિચ્છિત જીવહિંસાદિ યુકત એવી શરીર સંબંધી અશુચિ સમજણપૂર્વક ટાળવી જ જોઈએ. જૈન જેવું એકે પવિત્ર દર્શન નથી; યથાર્થ પવિત્રતાને બેધક તે છે. પરંતુ શોચાશૌચનું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org