________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા તે ઓળખી ભાવ-અમૃતમાં આવવું, એનું નામ વિવેક છે.”
“જ્ઞાનીઓએ વૈરાગ્ય શા માટે બને ?' એ પાઠમાં સંસાર એકાંત દુઃખમય, અવ્યવસ્થિત, ચળવિચળ અને અનિત્ય વર્ણવી મેહનીને લીધે પતંગિયું દીવામાં પડે તેમ સંસારમાં જીવ રચી રહ્યા છે તે જણાવવા ચક્રવતી અને ભૂંડ બન્નેને ભેગની આસક્તિ અનેક રૂપે સરખી વર્ણવી છે. છેવટે જણાવે છેઃ
ભગ ભોગવવામાં બન્ને તુચ્છ છે. બન્નેનાં શરીર પરૂ માંસાદિકનાં છે; અસાતાથી પરાધીન છે; સંસારની ઉત્તમોત્તમ પી આવી રહી, તેમાં આવું દુઃખ, આવી ક્ષણિક્તા, આવી તુચ્છતા, આવું અંધપણું, એ રહ્યું છે. તે પછી બીજે સુખ શા માટે ગણવું જોઈએ ? એ સુખ નથી, છતાં સુખ ગણે તે જે સુખ ભયવાળાં અને ક્ષણિક છે તે દુઃખ જ છે. અનંત તાપ, અનંત શેક, અનંત દુઃખ જોઈને જ્ઞાનીઓએ એ સંસારને પૂઠ દીધી છે તે સત્ય છે. એ ભણું પાછું વાળી જેવા જેવું નથી. ત્યાં દુઃખ દુઃખને દુઃખ જ છે. દુઃખના એ સમુદ્ર છે.
“વૈરાગ્ય એ જ અનંત સુખમાં લઈ જનાર ઉત્કૃષ્ટ ભેમિયો છે.”
મહાવીર શાસન” જેવા વિશાળ વિષયને એક પાઠમાં અદ્દભુત શૈલીથી સાગરને ગાગરમાં સમાવે તેમ શમાવ્યો છે. જન્મથી નિર્વાણ સુધીની મહાવીર જીવનની રૂપરેખા દેરી ૨૧૦૦૦ વર્ષ સુધી ધર્મતીર્થ પ્રવર્તનાર જણાવ્યું છેઃ
જૈન સમુદાયમાં પરસ્પર મતભેદ બહુ પડી ગયા છે. પરસ્પર નિંદાગ્રંથી જાળ માંડી બેઠા છે. મધ્યસ્થ પુરુષ મતમતાંતરમાં નહીં પડતાં વિવેક વિચારે જિન શિક્ષાનાં મૂળતત્વ પર આવે છે; ઉત્તમ શીલવાન મુનિઓ પર ભાવિક રહે છે, અને સત્ય એકાગ્રતાથી પિતાના આત્માને દમે છે. આપણે ક્યાં તત્ત્વને વિચાર કરીએ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org