________________
મોક્ષમાળાબાલાવબોધ
પછી “ચાર ગતિ” અને “સંસારને ચાર ઉપમા” વિષે ત્રણ પાઠ આપી સંસાર દુઃખમય અને અસાર છે એમ ઉપદેશી વૈરાગ્યમાં પ્રવેશ કરાવ્યું છે અને તે વૈરાગ્યની વૃદ્ધિ થાય તેવું “બાર ભાવના” વિષે સંક્ષિપ્ત વિવેચન છે. આ જ પાઠને વિસ્તાર કરી દષ્ટ અને પ્રમાણુ શિક્ષાથી વિશેષ વિવેચન કરી “ભાવના બેધ” નામના લધુ ગ્રંથની રચના કરી છે.
કાયોત્સર્ગ એટલે કાયાની ઉપેક્ષા કરી આત્મસ્વરૂપમાં રહેવાની પ્રતિજ્ઞા અમુક કાળ સુધી કરવી અને તેમાં કેવી દઢતા રાખવી તેનું દષ્ટાંત “કામદેવ શ્રાવક' ના પાઠમાં આપ્યું છે અને હાલના શ્રાવકોની ધર્મદઢતા એક પાઈ જેવા લાભ માટે ધર્મશાખ કાઢે તેવી છે તેને ખેદ પ્રગટ કર્યો છે.
લોર્ડ બેકનના નિબંધોની સ્મૃતિ કરાવે તે “સત્ય” વિષે પાઠ છે તેમાં વસુરાજા અસત્ય બોલવાથી અધોગતિ પામે તેની કથા પણ આપી છે.
સત્સંગ” વિષે જે નિબંધના રૂપમાં લખાયું છે તેવું અંગ્રેજી સાહિત્યમાં ક્યાંય પણ મળી શકે તેવું નથી.
“પરિગ્રહને સંકેચ” એ વિષે બહુ અસરકારક અને વિચારવા યોગ્ય સૂચનાઓ સહિત સુભમ ચક્રવર્તીનું દષ્ટાંત આપી પરિગ્રહની અનિષ્ટતા દર્શાવી છે તથા પરિગ્રહ એ પાપનું મૂળ છે, પાપને પિતા છે એમ સાબિત કર્યું છે.
તત્ત્વ સમજવું” એ પાઠમાં પિપટ પેઠે મુખપાઠે શા કરે પણ અર્થ ન સમજે તે ઉપર હાસ્યોત્પાદક દષ્ટાંત સાથે તત્વવિચાર કરનારને સુખ આનંદ વિવેક અને પરિણામે મહદ્દભૂત ફળ થાય છે તે વિષે અતિ મહત્વની સૂચના કરી છે.
“યતના” વિષેના પાઠમાં ગૃહસ્થ ગૃહકાર્યાદિમાં કાળજી રાખીને કામ કરવાથી ઘણું જીવહિંસા બચે છે તે ઉપરાંત આ લેકમાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org