________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા અસ્વચ્છતા, અગવડ, અનારોગ્યતા આદિ દૂર થાય છે અને પરલોકમાં દુઃખદાયી મહાપાપનાં ફળ ભોગવવાં પડતાં નથી, ઇત્યાદિ અનેક વ્યવહારુ સૂચનાઓ સહિત ટૂંકામાં ઘણું લખ્યું છે.
- “રાત્રિભોજન' ના પાઠમાં રાત્રિભોજનને નિષેધ ધર્મશાસ્ત્રમાં અને આયુર્વેદ વગેરે વૈદક શાસ્ત્રોમાં કેમ કરે છે તેનાં કારણો આપી “ચારે પ્રકારના આહાર રાત્રિને વિષે ત્યાગવાથી મહતુ ફળ છે” એ જિનવચનનું સમર્થન કર્યું છે.
“સર્વ જીવની રક્ષા” વિષે બે પાઠ લખ્યા છે. “દયા એ જ ધર્મનું સ્વરૂપ છે' એ વિષે અનેક ધર્મોમાં વર્ણન હોવા છતાં દયાનું સૂક્ષ્મ સ્વરૂપ મહાવીર ભગવાને નિરૂપણ કર્યું છે અને તેના અનુયાયીઓ ચાહીને જીવ હણવાની લેશ ઈચ્છા કરતા નથી તેનું કારણ ખરું ધર્મતત્ત્વ કે તેની શ્રદ્ધા કે તેને થોડે અંશ છે, વગેરે પ્રથમ ભાગમાં જણાવી બીજા ભાગમાં શ્રેણિક રાજાના માંસાહારી સામતિને માંસાહારનો ત્યાગ કરાવે તેવી બુદ્ધિશાળી અભયકુમાર પ્રધાને યોજેલી ઉત્તમ યુક્તિની કથા આપેલી છે. અને એવી શુભેચ્છા દર્શાવી છેઃ
એમ જ તત્ત્વબોધને માટે યૌnિક ન્યાયથી અનાર્ય જેવા ધર્મવાદીઓને શિક્ષા આપવાને વખત મળે તો આપણે કેવા ભાગ્યશાળી !”
પ્રત્યાખ્યાન' એટલે અમુક વસ્તુ ભણી ચિત્ત ન કરવું એમ તત્ત્વથી સમજી હેતુપૂર્વક નિયમ કરે. નિયમ પાળવાની પ્રતિજ્ઞાથી મનને શુભ રાહમાં પ્રવર્તવાની શક્તિ પ્રાપ્ત થાય છે. તે એકાગ્ર, વિચારશીલ અને વિવેકી બને છે વગેરે લાભ દર્શાવી, નિયમરહિત દશામાં પાળેલા સદાચાર કેવા શિથિલ હોય છે તેની સમજ - “પ્રત્યાખ્યાન' પાઠમાં આપી છે.
વિનય વડે તત્ત્વની સિદ્ધિ છે” એ પાઠમાં શ્રેણિક રાજાએ વિશ્વ લેવા ચંડાળને સિંહાસન પર બેસાડી પોતે સામા ઊભા રહ્યા ત્યારે ચંડાળ પાસેથી વિદ્યા પ્રાપ્ત થઈ એ વિસ્તૃત કથા દ્વારા વિનય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org