________________
મોક્ષમાળા-આલાવબોધ
અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કઈ મહત્તા મળી જતી હતી? – આવા અનેક વિચારે વિચારતાં જણાઈ આવશે કે જગતનું સ્વરૂપ છે તેમજ તે પવિત્ર પુરુષોએ કહ્યું છે. એમાં ભિન્ન ભાવ કહેવાનું એમને લેશ માત્ર પ્રયોજન નહોતું. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુની રક્ષા જેણે પ્રણીત કરી દે, એક રજકણુથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે કહ્યા છે તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કયી ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે !”
પ્રશ્નઃ આટલું તે મને લાગે છે કે મહાવીરાદિક જિનેશ્વરનું કથન ન્યાયના કાંટા પર છે, પરંતુ જગતકર્તાની તેઓ ના કહે છે, અને જગત અનાદિ અનંત છે એમ કહે છે તે વિષે કંઈ કંઈ શંકા થાય છે કે આ અસંખ્યાત દ્વીપસમુદ્યુત જગત વગર બનાવ્યું ક્યાંથી હોય ?
ઉત્તરઃ આપને જ્યાં સુધી આત્માની અનંત શક્તિની લેશ પણ દિવ્ય પ્રસાદી મળી નથી, ત્યાં સુધી એમ લાગે છે, પરંતુ તત્ત્વજ્ઞાને એમ નહીં લાગે. સમ્મતિ તર્ક' આદિ ગ્રંથને આપ અનુભવ કરશે એટલે એ શંકા નીકળી જશે.
પ્રશ્નઃ પરંતુ સમર્થ વિદ્વાને પિતાની મૃષા વાતને પણ દષ્ટાંતાદિકથી સિદ્ધાંતિક કરી દે છે. એથી એ ત્રુટી શકે નહીં પણ સત્ય કેમ કહેવાય?
“ ઉત્તરઃ પણ આને કંઈ મૃષા કથવાનું પ્રયોજન નહોતું, અને પળભર એમ માનીએ, કે એમ આપણને શંકા થઈ કે એ કથન મૃષા હશે તે પછી જગતકર્તાએ એવા પુરુષને જન્મ પણ કાં આય? નામબાળક પુત્રને જન્મ આપવા શું પ્રયોજન હતું ? તેમ વળી એ પુરુષો સર્વજ્ઞ હતા; જગતકર્તા સિદ્ધ હેત તો એમ કહેવાથી તેઓને કંઈ હાનિ નહોતી.”
શ્રી આત્મસિદ્ધિશાએ સં. ૧૯૫૨માં રચ્યું તેમાં પણ તે ઈશ્વર વિષે જણાવ્યું છેઃ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org