________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા
છે, તે નીચેના ઉતારા વાંચવાથી સ્પષ્ટ સમજાય તેમ છે.
બીજા ધર્મમતિમાં તત્વજ્ઞાન સંબંધી યથાર્થ સૂક્ષ્મ વિચારે નથી. કેટલાક જગતકર્તાને બંધ કરે છે; જગતકર્તા પ્રમાણ વડે સિદ્ધ થઈ શકતો નથી.”
“પવિત્ર જૈનદર્શનને નાસ્તિક કહેવરાવનારાઓ એક મિથ્યા દલીલથી ફાવવા ઈચ્છે છે, કે જૈનદર્શન આ જગતના કર્તા પરમેશ્વરને માનતું નથી, અને જગતકર્તા પરમેશ્વરને જે નથી માનતા તે તે નાસ્તિક જ છે, એવી માની લીધેલી વાત ભકિક જનને શીધ્ર ચેટી રહે. છે. કારણ તેઓમાં યથાર્થ વિચાર કરવાની પ્રેરણું નથી. પણ જે એ ઉપરથી એમ વિચારમાં આવે છે ત્યારે જૈન જગતને અનાદિ અનંત કહે છે તે કયા ન્યાયથી કહે છે ? જગતકર્તા નથી એમ કહેવામાં એમનું નિમિત્ત શું છે ? એમ એક પછી એક ભેદ રૂપ વિચારથી તેઓ જૈનની પવિત્રતા પર આવી શકે. જગત રચવાની પરમેશ્વરને જરૂર શી હતી? રયું તે સુખદુ:ખ મૂકવાનું કારણ શું હતું? રચીને મોત શા માટે મૂકયું? એ લીલા કોને બતાવવી હતી ? રચ્યું તો ક્યા કર્મથી રચ્યું ? તે પહેલાં રચવાની ઈચ્છા કાં નહતી ? ઈશ્વર કેણ? જગતના પદાર્થ કોણ? અને ઇચ્છા કેણુ? રચ્યું તે જગતમાં એક જ ધર્મનું પ્રવર્તન રાખવું હતું; આમ ભ્રમણમાં નાખવાની જરૂર શી હતી? કદાપિ એમ માને કે એ બિચારાની ભૂલ થઈ! હશે ! ક્ષમા કરીએ ! પણ એવું દોઢડહાપણ ક્યાંથી સૂઝયું કે એને જ મૂળથી ઉખેડનાર એવા મહાવીર જેવા પુરુષોને જન્મ આપે ? એનાં કહેલાં દર્શનને જગતમાં વિશ્વમાનતા કાં આપી ? પિતાના પગ પર હાથે કરીને કુહાડે મારવાની એને શું અવશ્ય હતી ? એક તે જાણે એ પ્રકારે વિચાર, અને બાકી બીજા પ્રકારે એ વિચાર કે જૈનદર્શન પ્રવર્તકને એનાથી કંઈ દ્વેષ હતો ? જગતકર્તા હેત તે એમ કહેવાથી એઓના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગતકર્તા નથી, જગત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org