________________
એક્ષમાળા–બાલાવબોધ
તેમ છતાં આ ત્રણ તત્ત્વ – દેવ, ગુરુ અને ધર્મનું સ્વરૂપ યથાર્થ જાણે જ સધર્મમાં પ્રવેશ થશે તથા આત્મજ્ઞાની ગુરુના બોધ વિના યથાર્થ સ્વરૂપે ત્રણે તો સમજાવાં મુશ્કેલ છે એટલું પણ દઢતાથી સમજાય છે તેવા ગુરુની શોધમાં આત્માથી જીવ રહે અને અન્ય કાર્યો કે અન્ય પ્રસંગમાં બધું જીવન વહ્યું જવા ન દે, એ લક્ષથી ટૂંકામાં ત્રણે તત્ત્વની માત્ર રૂપરેખા દર્શાવી છે. “પ્રજ્ઞાવધાની સંકલનામાં આ ત્રણે તત્વને વિશેષ વિચાર દર્શાવવાને અભિપ્રાય રાખે લાગે છે.
પછી સત્ય ધર્મની પ્રાપ્તિ જેને થઈ છે તે ગૃહસ્થ કેવી રીતે વર્તે તે ઉત્તમ ગતિ પામે તે વિષે સૂત્રાત્મક પણ સુંદર માર્ગદર્શક પાઠ લખ્યો છે.
જિનેશ્વરની ભક્તિ વિષે બે પાઠ અને ભક્તિ વિષે એક કાવ્ય લખ્યું છે. તેમાં પ્રથમને પાઠ સંવાદ રૂપે લખેલો છે અને સત દેવ કોને કહેવા તે વિષે ચર્ચા કરીને “શુદ્ધ, સચ્ચિદાનંદ સ્વરૂપ જીવનસિદ્ધ ભગવાન તેમજ સર્વ દૂષણરહિત, કર્મમલહીન, મુક્ત, વીતરાગ, સકળ ભયરહિત, સર્વજ્ઞ, સર્વદર્શી, જિનેશ્વર ભગવાનની ભક્તિથી આત્મશક્તિ પ્રકાશ પામે છે” એમ સાબિત કર્યું છે.
- તેર વર્ષ સુધીની “સમુચ્ચય વયચર્યા” માં પિતે જણાવ્યું છે કે પ્રથમ જગતકર્તામાં શ્રદ્ધા હતી. તે જન્મભૂમિના જૈનેના સંસર્ગથી તથા પ્રતિક્રમણાદિ પુસ્તકોના વાચનથી જિનેશ્વર દેવ ઉપર પણ શ્રદ્ધા થઈ હતી. પછીના કાળમાં વૈરાગ્ય અને વિચારના બળે એક જિનેશ્વર દેવ ઉપર શ્રદ્ધા દઢ થયેલી અને બીજા શિવ વિષ્ણુ આદિ દેવોની ભક્તિ મેક્ષ આપે તેવી લાગતી નથી એવી માન્યતા થયેલી સ્પષ્ટ આ પાઠમાં તેમણે દર્શાવી છે. મેક્ષમાળામાં પાઠ ૬૦, ૧૭, અને ૧૦૬માં પણ એ માન્યતા કેવા વિચારોથી થઈ છે તેનું કંઈક ખ્યાન આપેલું
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org