________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
લાગ્યું કે અહો ! રાયચંદભાઈ ભૂલ કરે છે કે આટલી બધી સગવડ કરી આપે છે છતાં હા કેમ કહેતા નથી ? તેમણે જવું જોઈએ. પણ પછીથી એમને પણ સમજાયું કે જે વ્યક્તિ આટલી નાની ઉંમરમાં આવી અજબશક્તિ ધરાવે છે, તેને ભણવું પણ શું હોય? વળી એમની ગંભીરતા પણ કેટલી છે કે સાગરની પેઠે સર્વ સમાવી શકે છે, લગાર માત્ર પણ છલકાતા નથી; એમ એમના જ્ઞાનાદિ ગુણની મહત્તા તેમને ભાસી; તેથી પ્રથમ પિતાની જોડે તેમને ગાદી ઉપર બેસારતા તેને બદલે જ્યારથી આ મહાપુરુષ છે એમ લાગ્યું એટલે પિતાના આસને-ગાદીતકીએ શ્રીમને બેસારતા અને પિતે તેમની સામે વિનયભાવથી બેસતા; પૂજ્યભાવ ધારણ કરી વિનય સાચવતા. અને જેમ જેમ શ્રીમ સમાગમ પાછળની જિંદગીમાં વધતે ગયે તેમ તેમ વિશેષ માહામ્ય તેમને લાગ્યું હતું તથા તેમને સશુરુ તરીકે માની તેમનું શરણ સ્વીકાર્યું હતું.
શ્રીમન્ને પાછું વવાણિયા જવા વિચાર થયો ત્યારે તેમને માટે સાળમાંથી મિઠાઈનો એક ડબો ભાથા માટે ભરી આયે હતો. તે લઈને તથા બધાંની રજા લઈને ચાલ્યા. ભાઈ ધારસીભાઈને પણ મળીને તેમની રજા લઈને ચાલ્યા. પિતાની પાસે ભાડાના પૈસા નહતા. તેથી એક કંદોઈને ત્યાં એ ભાથું વેચીને ભાડા જેટલા પૈસા મેળવ્યા; પણ ધારસીભાઈ સાથે આટલું બધું ઓળખાણ થયું હતું છતાં કાંઈ પણ માગણું ન કરી કે ઉછીના પૈસા પણ ન લીધા. “પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય” એવી કહેવત છે તે પ્રમાણે તેમનામાં આટલી નિસ્પૃહતા આટલી નાની ઉમ્મરે પણ ઊગી નીકળી હતી. સમજુ ગૃહસ્થની પેઠે તેમને સિદ્ધાંત હતા કે
“મર જાઉં માગું નહીં, અપને તનકે કાજ પરમારથ કે કારણે માંગું, ન સમજી લાજ.”
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org