________________
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા સંભળાવ્યા, તે યાદ રાખી તેમણે આ લોક બેલી બતાવ્યું, તેથી બન્ને ચકિત થઈ ગયા.
એ બન્ને કચ્છીભાઈઓના મનમાં એમ થયું કે આમને આપણે કાશીએ શું લઈ જવા? છતાં જે માટે આવ્યા છીએ તે માટે પ્રયત્ન તે કરે; પછી જેમ થવાનું હશે, તેમ થશે. આપણે તો સ્પષ્ટ હેતુ કહી બતાવો. પછી તેમણે કહ્યું: “આપને ભણાવવા માટે કાશી લઈ જવા માટેની વિનંતી કરવા અમે આવ્યા છીએ. માટે આપ કાશી ચાલો. આપના કુટુંબને માટે તેમજ આપને માટે સર્વ ખાવાપીવા વગેરે સર્વ સગવડ પગાર વગેરે અમે કરીશું. પણ આપ અમારી સાથે ચાલે તે માટે ઉપકાર થાય.” આમ અનેક લાલચે વગેરે આપવા માટે કહ્યું. છતાં તેમણે ના પાડી અને જણાવ્યું કે અમારાથી આવવાનું નહિ બને. એટલે તેઓ મનમાં સમજી ગયા કે પ્રથમથી જ અનુમાન કરેલું કે આપણી ધારણા પાર પડે તેમ નથી અને તેમજ બન્યું. એ તે ભણેલા જ છે; કાશી જઈ તેમને કંઈ વિશેષ શીખવું પડે તેમ નથી.
પછી ધારસીભાઈ પાસે તેઓ ગયા ત્યારે ધારસીભાઈએ તે બન્નેને એકાંતમાં જણાવ્યું કે રાયચંદભાઈ સાથે થયેલી વાત મને કહેવા લાયક હોય તે કહે. ત્યારે હેમરાજભાઈ બેલ્યાઃ “છુપાવવા જેવી કોઈ પણ વાત નથી. પણ અમારી જે ધારણા હતી તે પાર ન પડી.”
ધારસીભાઈએ પૂછ્યું: “કેમ પાર ન પડી ? ” તેના ઉત્તરમાં તેમણે ઉપર બનેલે પ્રસંગ કહી બતાવ્યો. તથા વિશેષમાં જણાવ્યું:
અમે જણાવ્યું ન હતું તો પણ પિતાની મેળે સામા આવ્યા, અમને અમારા નામથી બોલાવ્યા, અહીં બધી તૈયારી કરાવી, આ કઈ આશ્ચર્યકારી મહાપુરુષ છે.”
તે સાંભળી ધારસીભાઈને પણ પ્રથમ તે આનંદ સહિત આશ્ચર્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org