________________
ન્યાયાધીશ ઉપર નિષ્કામ ઉપકાર
કચ્છ-કોટડાના રહીશ શા. હેમરાજભાઈ તથા નલિયાના રહીશ શા. માલસીભાઈ એ બે જણાએ સાંભળ્યું કે વવાણિયાના નિવાસી કવિરાજ રાજચંદ્રભાઈ મહાબુદ્ધિશાળી છે; નાની વયમાં અવધાનો કરે છે. તેથી તેમને મળવું એમ વિચાર કરી બન્ને જણ સાંઢણી ઉપર સવાર થઈ વવાણિયા તરફ રવાના થયા. વવાણિયામાં તપાસ કરતાં જણાયું કે તે તે મેરબી ગયા છે. એટલે તેઓ પણ મોરબી તરફ રવાના થયા.
શ્રીમદ મોરબી આવ્યા અને પિતાના મોસાળમાં રાજકોટ જવાનો તેમને વિચાર હતું તેથી મોરબીના ભાઈઓએ સારા સાથની તપાસ કરી તો ખબર મળ્યા કે મોરબીના ન્યાયાધીશ ધારસીભાઈ રાજકોટ જવાના છે. તેથી તેમને પૂછવામાં આવ્યું કે તમે આ રાયચંદભાઈને રાજકેટ સાથે તેડી જશે ? રાજકેટ તેમને સાથે તેમને જવું છે. ધારસીભાઈએ હા પાડી અને પિતાની સાથે તેમને રાજકોટ તેડી ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org