________________
કુમાર-કાળ
સંપાદન કર્યા હતાં. સ્ત્રીકેળવણીની ઉપગિતા વિષે એક નિબંધ પણ લખ્યું હતું.
બાર વર્ષની વયે ત્રણ દિવસમાં ઘડિયાળ ઉપર ત્રણસે કડીઓ લખી હતી. તેર વર્ષની વયે તેઓ અંગ્રેજી ભાષાને અભ્યાસ કરવા રાજટ ગયા. અંગ્રેજી અભ્યાસ કેટલે અને કેટલા વખતમાં થયે હત તેની કોઈ સહાધ્યાયી કે શિક્ષક તરફથી માહિતી મળી શકી નથી. એક વખતે કચ્છના દીવાન મણિભાઈ જશભાઈએ શ્રીમદ્દને કચ્છ તરફ પધારવા વિનંતી કરી હતી તે ઉપરથી તે કચ્છ તરફ પધાર્યા હતા. ત્યાં ધર્મ સંબંધી સારું ભાષણ કર્યું હતું. કચ્છના લોકે પ્રશંસા કરતા કે આ છોકરો મહાપ્રતાપી યશવાળે થશે.
તેર વર્ષની વયથી એમણે નિયમથી ખાનગીમાં નવા નવા વિષયોને અભ્યાસ કરવા માંડ્યા હતા અને પંદર વર્ષની વય સુધીમાં ઘણું વિષય સંબંધી વિચક્ષણ જ્ઞાન એમણે પ્રાપ્ત કર્યું હતું.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org