________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા શિક્ષક તરફ સામાન્ય રીતે પ્રેમ ઓછો હોય છે; ભય, અણગમે અને અકળામણ ઉત્પન્ન કરાવનાર શિક્ષક ગણાય છે. પરંતુ શ્રીમદ્ બધા સાઠે ય વિદ્યાર્થીઓનું લેસન લેતા અને શિક્ષક તે બેસી જ રહેતા; તેમ છતાં બધા વિદ્યાર્થીઓને તેમના ઉપર અત્યંત પ્રેમ રહે.
એક વખત શિક્ષકે શ્રીમને ઠપકો આવે એટલે બીજે દિવસે પોતે શાળામાં ન ગયા. બીજા છોકરાઓએ જાણ્યું કે રાયચંદભાઈ શાળાએ ગયા નથી એટલે તમામ છોકરાઓ તેમની પાસે ગયા. તે બધા છોકરાઓને લઈને ખેતરમાં દૂર ગયા; પિતાની પાસે બાર હતાં તે બધા વિદ્યાર્થીઓને વહેંચ્યાં. આમ બધા ખેતરમાં હતા તેથી શાળામાં શિક્ષક ગયા ત્યારે કોઈ વિદ્યાર્થી જણાય નહિ. તેનું કારણ વિચારતાં શિક્ષકને લાગ્યું કે રાયચંદભાઈને ગઈ કાલે ઠપકે દીધું હતું તેથી બધા તેમની પાસે હશે. તપાસ કરતાં ખેતરમાં બધા છે એમ જાણી શિક્ષક ખેતરમાં ગયા અને રાયચંદભાઈને નમી પડયા અને ફરી હવે કઈ દિવસ કાંઈ કહીશ નહિ એમ કહીને બધાને સમજાવી શાળામાં તેડી ગયા.
આઠ વર્ષની ઉમ્મરથી કવિતા રચવાની તેમણે શરૂઆત કરી હતી. પહેલે વર્ષે ૫૦૦૦ કડીઓ તેમણે રચેલી કહેવાય છે. નવ વર્ષની વયે તેમણે પદ્યમાં રામાયણ અને મહાભારત નાનાં નાનાં લખ્યાં હતાં, અને દશ વર્ષની વયે તે એમના વિચારે પુખ્ત ઉમ્મરના અનુભવીને છાજે તેવા હતા. નવું નવું શીખવાની, નવું નવું સાંભળવાની, નવું નવું મનન કરવાની અને નવું નવું સુંદર ભાષણ કરવાની એમની ઉત્કટ ઇચ્છા એ દશ વર્ષની વયમાં હદ પાર હતી. કવિત્વશક્તિ, સ્મરણશક્તિ, વક્તાપણું અને સશુણને લઈને નાની વયમાં અજબ શક્તિશાળી ગણાતા હતા. અગિયાર વર્ષની વયથી એમણે ચોપાનિયામાં લેખ લખવા માંડ્યા હતા. અને ઈનામી નિબંધમાં યોગ્ય ઈનામ પણ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org