________________
કુમાર-કાળ અદ્દભુત શક્તિઓને આવિર્ભાવ જાતિસ્મરણ જ્ઞાન પ્રગટ થવા યોગ્ય આત્માની નિર્મળતા અથવા સ્મરણશક્તિની પ્રબળતા પૂર્વે આરાધેલા યોગનું ફળ અને અનુસંધાન સાબિત કરે છે. બાળવયથી વિનય, વાક્યાતુર્ય, તર્કશક્તિ અને વૈરાગ્યને લઈને ગામમાં તેમ જ આખી શાળાના વિદ્યાર્થીઓમાં તે પ્રિય થઈ પડયા હતા. એક જ વખત વાંચવાથી કે સાંભળવાથી તેમને અક્ષરેઅક્ષર યાદ રહેતું એવી તીવ્ર સ્મરણશક્તિ હતી, તેના પરિણામે તેમને ગોખવું શું તેની ખબર જ નહતી; સાડાસાત વર્ષની વયે શાળામાં પ્રવેશ કર્યો, એક માસ પણ થયે નહિ હોય તેટલામાં હસતાં રમતાં આંક પૂરા કર્યા. બે વર્ષ જેટલી મુદતમાં સાતે ચોપડીઓને અભ્યાસ પૂરો કર્યો. વડા વિદ્યાર્થીએ એમને પહેલી ચોપડીની શરૂઆત કરાવેલી, તેને પોતે સાતે ચોપડીઓ પૂરી કરીને પહેલી ચોપડી પૂરી કરાવી હતી. આટલી ટૂંકી મુદતમાં અભ્યાસ પૂરે થયે તે અજબ સ્મરણશક્તિને પ્રભાવ છે. વિદ્યાથીઓને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org