________________
શ્રીમદ્ રાજચંદ્ર જીવનકળા “સુખડી સહેલી હે, અકેલી ઉદાસીનતા; અધ્યાત્મની જનની તે ઉદાસીનતા. લધુ વયથી અદ્ભુત થયે, તત્ત્વજ્ઞાનને બોધ, એ જ સૂચવે એમ કે, ગતિ આગતિ કાં શોધ? જે સંસ્કાર થવો ઘટે, અતિ અભ્યાસે કાંય; વિના પરિશ્રમ તે થયો, ભવ શંકા શી ત્યાંય. જેમ જેમ મતિ અલ્પતા, અને મોહ ઉઘાત; તેમ તેમ ભવશંકના, અપાત્ર અંતર ત. કરી કલ્પના દઢ કરે, નાના નાસ્તિ વિચાર; પણ અસ્તિ તે સૂચવે, એ જ ખરો નિર્ધાર.”
ભાવના બોધ” સંવત ૧૯૪રમાં લખેલા તેની શરૂઆતમાં શ્રીમદ્દ લખે છેઃ
“ગમે તેવા તુચ્છ વિષયમાં પ્રવેશ છતાં ઉજજવલ આત્માઓને સ્વતઃ વેગ વિરાગ્યમાં ઝંપલાવવું એ છે. બાહ્ય દૃષ્ટિથી જ્યાં સુધી ઉજજવલ આત્માઓ સંસારના માયિક પ્રપંચમાં દર્શન દે છે, ત્યાં સુધી તે કથનની સિદ્ધતા કવચિત દુર્લભ છે; તે પણ સૂક્ષ્મ દૃષ્ટિથી અવલોકન કરતાં એ કથનનું પ્રમાણ કેવળ સુલભ છે, એ નિઃસંશય છે.”
લઘુવયથી આ વૈરાગ્ય અને વિવેકની પ્રાપ્તિથી જે તત્ત્વબોધ થયે તેનું મુખ્ય કારણ જાતિસ્મરણ જ્ઞાન ગણવા ગ્ય છે. આ ભવની અપેક્ષાએ તે તે પાંચપંદર વર્ષના બાળક ગણાય પણ પાછળના ભવની સ્મૃતિના પ્રતાપે અનેક વર્ષોના અનુભવથી રંગાયેલી એ પુરુષની વાણું બહુ વિચારવા ગ્ય, લક્ષમાં લેવા યોગ્ય છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org