________________
જાતિસ્મરણ જ્ઞાન
૧૫
કરે તે આ અનિત્ય પદાર્થો ઉપરની આસક્તિ ઓછી થઈ જાય છે; મમત્વ માહુ મેાળાં પડે છે અને અજર, અમર અને નિત્ય એવા આત્મ પદાર્થના નિર્ણય કરવા વૃત્તિ જાગે છે. તે પછી જેને અનેક ભવમાં આધ, વ્યાધિ, ઉપાધિ તથા જન્મ, જરા, મરણુનાં દુઃખ વેઠેલાં સ્મૃતિમાં તાજાં થયાં હાય; નરક આદિ ગતિનાં અકથ્ય દુઃખાની સ્મૃતિ જાગી હૈાય; તથા પરિભ્રમણનાં કારણેા પૂર્વ ભવે સત્પુરુષ પાસે પ્રત્યક્ષ સાંભળ્યા હોય તે સર્વ ઉપદેશ જેને સ્મૃતિમાં પ્રત્યક્ષ ભાસતા હોય તેને જન્મ, જરા, મરણના ત્રાસ કેટલા વર્ષે તથા પૂર્વ ભવે જાણેલા અને આરાધેલે મુક્તિના માર્ગ આરાધવા કેટલી તત્પરતા રહે તે આપણી કલ્પનામાં આવવું પણ મુશ્કેલ છે. બાળપણાના એક કાવ્યમાં શ્રીમદ્દે લખ્યું છે:
“ અવળાં પણ સવળાં થશે, ઠાકર વાગ્યે ઠીક, તપ્યા લાહને ટીપતાં, સુધરી જશે અધિક.” ક્રોધાદિ સ્વભાવવાળા અનેક જીવા પશ્ચાત્તાપ થતાં કે યેાગ્ય સમજણુ લાગી જતાં નાનપણમાં સારા કહેવાતા સાથીઓ કરતાં વિશેષ સારા નીવડયા છે.
જાતિસ્મરણ જ્ઞાન શ્રીમદ્ભુ સાત વર્ષે પ્રાપ્ત થયું અને વૈરાગ્ય વધવા લાગ્યા. અપૂર્વ અનુસાર' આવ્યે એમ સં. ૧૯૫૩માં લખેલાં નીચેના કાવ્યમાં પે।તે જણાવે છે:
“ ધન્ય રે દિવસ આ અહા, જાગી રે શાન્તિ અપૂર્વ રે, દશ વર્ષે રે ધારા ઉલસી, મટયે ઉદય કર્મને ગર્વ રે. ધન્ય૦ ૧ એગણીસસે ને એકત્રીસે આપ્યા અપૂર્વ અનુસાર રે, ઓગણીસસે ને ખેતાલીસે, અદ્ભુત વૈરાગ્યધાર રે. ધન્ય૦ ૨ વળી એ જ અભિપ્રાયનું એક કાવ્ય સં. ૧૯૪૫ માં લખેલું તેમાં પે।તે જણાવે છે:
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org