________________
શ્રીમદની શિક્ષા
૨૨૫ આકાશ રહિત જ છે, તેમ સમ્યફ દષ્ટિ પુરુષોએ પ્રત્યક્ષ સર્વદ્રવ્યથી ભિન્ન, સર્વ અન્ય પર્યાયથી રહિત જ આત્મા દીઠે છે. જેની ઉત્પત્તિ કોઈ પણ અન્ય દ્રવ્યથી થતી નથી તેવા આત્માનો નાશ પણ કયાંથી હોય ? અજ્ઞાનથી અને સ્વસ્વરૂપ પ્રત્યેના પ્રમાદથી આત્માને માત્ર મૃત્યુની બ્રાન્તિ છે, તે જ ભ્રાન્તિ નિવૃત્ત કરી શુદ્ધ ચૈતન્ય નિજ અનુભવ પ્રમાણુ સ્વરૂપમાં પરમ જાગ્રત થઈ જ્ઞાની સદાય નિર્ભય છે. એ જ
સ્વરૂપના લક્ષથી સર્વ જીવ પ્રત્યે સામ્યભાવ ઉત્પન્ન થાય છે; સર્વ પર દ્રવ્યથી વૃત્તિ વ્યાવૃત્ત કરી આત્મા અકલેશ સમાધિને પામે છે.”
“દુર્લભ એ મનુષ્યદેહ પણ પૂર્વે અનંતવાર પ્રાપ્ત થયા છતાં કંઈ પણ સફળ૫ણું થયું નહીં. પણ આ મનુષ્યદેહને કૃતાર્થતા
છે કે જે મનુષ્યદેહે આ જીવે જ્ઞાની પુરુષને જ્ઞાની પુરુષના આશ્રયે
ઓળખ્યા તથા તે મહાભાગ્યનો આશ્રય કર્યો. દેહ છૂટે એ સ્વરૂપસ્થિતિનું કારણ
જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા જ ઉષા
આગ્રહાદિની મંદતા થઈ તે પુરુષને આશ્રયે આ દેહ છૂટે એ જ સાર્થક છે. જન્મ જરા મરણદિને નાશ કરવા વાળું આત્મજ્ઞાન જેમને વિષે વર્તે છે, તે પુરુષને આશ્રય જ જીવને જન્મ જરા મરણાદિનો નાશ કરી શકે; કેમકે તે યથાસંભવ ઉપાય છેઃ સંગ સંબંધે આ દેહ પ્રત્યે આ જીવને જે પ્રારબ્ધ હશે તે વ્યતીત થયે તે દેહને પ્રસંગ નિવૃત્ત થશે; તેને ગમે ત્યારે વિયેગ નિશ્ચયે છે. પણ આશ્રયપૂર્વક દેહ છૂટે એ જ જન્મ સાર્થક છે, કે જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે.
શ્રી સદગુરુએ કહ્યું છે એવા નિગ્રંથ માર્ગના સદાય આશ્રયે રાગદ્વેષને ક્ષય રહે. હું દેહાદિ સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી,
થવાને ઉપાય પુત્રાદિ કોઈ પણ મારાં નથી; શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એ હું આત્મા છું; એમ આત્મભાવના કરતાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org