________________
२२१
શ્રીમદ રાજચંદ્ર જીવનકળા - રાગ-દ્વેષને ક્ષય થાય.”
દેહાદિ સંબંધી જે પુરુષ હર્ષ, વિષાદ કરતા નથી, તે પુરુષો પૂર્ણ દ્વાદશાંગને સંક્ષેપમાં સમજ્યા છે, એમ સમજો. એ જ દષ્ટિ કર્તવ્ય છે.
“ધર્મ પામ્યો નથી” “હું ધર્મ કેમ પામીશ?' એ આદિ ખેદ નહીં કરતાં વીતરાગ પુરુષોને ધર્મ, જે દેહાદિ સંબંધથી હર્ષ વિષાદ
- વૃત્તિ દૂર કરી આત્મા અસંગ, શુદ્ધ ચૈતન્ય વીતરાગ પુરુષને ધર્મ
* સ્વરૂપ છે એવી વૃત્તિને નિશ્ચય અને આશ્રય ગ્રહણ કરી તે જ વૃત્તિનું બળ રાખવું, અને મંદ વૃત્તિ થાય ત્યાં વીતરાગ પુરુષની દશાનું સ્મરણ કરવું; તે અદ્ભુત ચરિત્ર પર દૃષ્ટિ પ્રેરીને વૃત્તિને અપ્રમત્ત કરવી, એ સુગમ અને સર્વોત્કૃષ્ટ ઉપકારક તથા કલ્યાણ સ્વરૂપ છે.”
વીતરાગનો કહેલો પરમ શાંત રસમય ધર્મ પૂર્ણ સત્ય છે એ નિશ્ચય રાખ. જીવના અનધિકારીપણાને લીધે તથા સત્પષના
યોગ વિના સમજાતું નથી; તો પણ તેના જેવું સંસારરેગનું ઔષધ
* જીવને સંસારરોગ મટાડવાને બીજું કોઈ હિતકારી ઔષધ નથી, એવું વારંવાર ચિંતવન કરવું. આ પરમતત્વ છે એને મને સદાય નિશ્ચય રહો, એ યથાર્થ સ્વરૂપ મારા હૃદયને વિષે પ્રકાશ કરો, અને જન્મ મરણાદિ બંધનથી અત્યંત નિવૃત્તિ થાઓ ! નિવૃત્તિ થાઓ !
“હે! જીવ, આ કલેશ રૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ પામ; કંઈક વિચાર, પ્રમાદ છેડી જાગ્રત થા ! જાગ્રત થા ! નહીં તે રત્નચિંતામણિ જે આ મનુષ્યદેહ નિષ્ફળ જશે. હે! જીવ, હવે તારે પુરુષની આજ્ઞા નિશ્ચય ઉપાસવા ગ્ય છે.”
“કેવળ અંતર્મુખ થવાને પુરુષોને માર્ગ સર્વ દુઃખક્ષયને ઉપાય છે, પણ તે કઈક જીવને સમજાય છે. મહપુણ્યના વેગથી,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org